સુરેન્દ્રનગરમાં 81 ખેડૂતોને PGVCLએ એક કરોડનો દંડ ફટકાર્યો, કેટલાક પાસે તો વીજ કનેક્શન પણ નથી

ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં જઈને દંડવત કરીને વિરોધ નોંધાવ્યો હતો અને આવેદનપત્ર પાઠવ્યું હતું
Updated: Oct 20th, 2023
સુરેન્દ્રનગરઃ (Surendranagar)જિલ્લામાં ખેડૂતોએ PGVCLની ઘોર બેદરકારીનો આક્ષેપ કરીને કલેક્ટર કચેરીમાં દંડવત કરી વિરોધ નોંધાવ્યો હતો (Farmer)અને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.(electricity)જિલ્લાના રામગઢ અને નોલી ગામના 81 ખેડૂતોને 1 કરોડથી વધુની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.(PGVCL)તેને લઈને ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે.
વીજ વિભાગે ખેડૂતોને એક કરોડ જેટલો દંડ ફટકાર્યો
આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં અને દંડવત કરીને વિરોધ નોંધાવ્યો હતો. થાનગઢ મુળી વઢવાણ સાયલા ચોટીલા લીંબડી ચુડા ધાંગધ્રામાં અને ખાસ કરીને જેનોલી અને રામગઢ ગામના ખેડૂતોએ વીજ વિભાગે ખોટી રીતે દંડ ફટકાર્યો હોવાની રજૂઆત કરી છે. નિર્દોષ ખેડૂતો પર ખોટા કેસ કરીને અધિકારીઓ અત્યાચાર કરતા હોવાનો આક્ષેપ કરાયો છે.
અમુક ખેડૂતોને તો વીજકનેક્શન પણ નથી
આ ઉપરાંત પૈસા લઈને ટ્રાન્સફોર્મ કનેક્શન આપતા હોવાનો જિલ્લા કલેક્ટર સમક્ષ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. ખેડૂતોએ આ મુદ્દે તપાસ કરવા માંગ કરી છે. PGVCLએ જે ખેડૂતોને દંડ ફટકાર્યો છે તેમાં અમુક ખેડૂતોને તો વીજકનેક્શન પણ નથી. આ મુદ્દે રી સર્વે કરાવીને યોગ્ય હોય તેવા ખેડૂતો કે જે ખેડૂતો ખરેખર વીજ ચોરી કરતા હોય તેમને દંડ ફટકારવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે.