સુરતના વરાછામાં રખડતા કુતરા સાથે અધમ કૃત્ય કરતો આધેડ સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો

0

Updated: Oct 20th, 2023


– વરાછા ખોડીયારનગર રોડ ભાતની વાડી શિવશંકર સોસાયટીના ગેટ પાસે અઠવાડીયા અગાઉ રાત્રે અધમ કૃત્ય કરતો ગાર્ડ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો 

– પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના સભ્યને વિડીયો મળતા વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી 

સુરત,તા.20 ઓક્ટોબર 2023,શુક્રવાર 

સુરતના વરાછા ખોડીયારનગર રોડ ભાતની વાડી શિવશંકર સોસાયટીના ગેટ પાસે અઠવાડીયા અગાઉ રાત્રે રખડતા કુતરા સાથે અપ્રાકૃતિક સેક્સ માણતા આધેડનો વિડીયો મળતા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના સભ્યએ ગતરાત્રે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વરાછા પોલીસે મૂળ ઉત્તરપ્રદેશના સિક્યુરીટી ગાર્ડની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા ખોડીયારનગર રોડ ભાતની વાડી શિવશંકર સોસાયટીના ગેટ પાસે બેસેલા એક કુતરા પાસે આવી એક વ્યક્તિ તેની પાસે અપ્રાકૃતિક સેક્સ કરાવતો હતો. ગત 14મી ની રાત્રે 1.23 કલાકની આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવી ફુટેજની ક્લીપનો વિડીયો દિનેશભાઈ કાછડીયાને મળતા તેમણે ભારતીય ગૌરક્ષા મંચના અધ્યક્ષ અને પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના સભ્ય ધર્મેશભાઈ ગામીને મોકલતા તેમણે તપાસ કરી તો તે સ્થળ વરાછા ખોડીયારનગર રોડ ભાતની વાડી શિવશંકર સોસાયટીના ગેટ પાસેનું હતું. વધુ તપાસ કરતા તે વ્યકિતની ઓળખ દયાશંકર વૈદનાથ શર્મા (ઉ.વ.52, રહે.93, સિદ્ધિ વિનાયક સોસાયટી, કપુરવાડી, ખોડીયારનગર રોડ, વરાછા, સુરત. મૂળ રહે.ઉત્તરપ્રદેશ ) તરીકે થઈ હતી. 

આથી આ અંગે ધર્મેશભાઈ ગામીએ ગતરાત્રે વરાછા પોલીસ મથકમાં અપ્રાકૃતિક સેક્સ અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમન 1960 ની કલમ 11(1)(3) મુજબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા અને પોતાના કામના સ્થળ નજીક આ અધમ કૃત્ય કરનાર દયાશંકર શર્માની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW