વડોદરામાં વધુ કુટણખાનું પકડાયું, વાઘોડિયા રોડના ફ્લેટમાંથી પાંચ યુવતીને છોડાવી

Updated: Oct 20th, 2023
વડોદરા.તા,20 ઓક્ટોબર 2023,શુક્રવાર
વડોદરાના જુના પાદરા રોડ વિસ્તારમાં ભાડે રાખેલા બંગલામાંથી કુટણખાનું પકડવાના બનેલા બનાવ બાદ વાઘોડિયા રોડના ફ્લેટમાંથી વધુ એક કુટણખાનું પકડાયું છે.
વાઘોડિયા રોડના વૈકુંઠ સોસાયટી નજીક આવેલા સનરાઈઝ ફ્લેટમાં રહેતી ચંદ્રિકા ઉર્ફે રીટા બાબુભાઈ શાહ બહારથી યુવતીઓને લાવી કૂટણખાનું ચલાવતી હોવાની માહિતી મળતા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના મહિલા પીઆઈ અને ટીમે દરોડો પાડ્યો હતો.
પોલીસે ગ્રાહક દીઠ 1500 જેટલી રકમ નક્કી કરી બહારથી લવાયેલી પાંચ યુવતીઓને છોડાવી હતી. પોલીસે ફ્લેટમાંથી સ્મિત સતીશકુમાર દરજી (દરજી ફળિયુ,હાલોલ પોલીસ સ્ટેશન પાછળ, હાલોલ, પંચમહાલ) ને ઝડપી પાડ્યો હતો. જ્યારે ફરાર થયેલી ચંદ્રિકાની શોધખોળ હાથ ધરાઈ છે.