web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

લે! દીકરીને ઢોલ-નગારા વગાડીને પાછી લાવ્યા પિતા

0


ઢોલ નગારા વાગી રહ્યા છે અને ફટકડાની આતશબાજી ચાલી રહી છે. આ સમયે એક બેન હાથમાં બેગ લઈને આવી રહ્યા છે. ઘટના કંઈક વિચિત્ર છે. સાક્ષી ગુપ્તા નામની આ મહિલાના લગ્ન એકાદ વર્ષ પહેલાં થયા હતા. પરંતુ સાસરિયાના ત્રાસથી તે પરેશાન થઈ ગઈ હતી. ખુલાસો એવો પણ થયો કે જેની સાથે તેના લગ્ન થયા છે તે પહેલેથી જ પરણેલો હતો. આથી દીકરીને પરેશાન જોઈ પિતા એના સાસરિયામાં પહોંચ્યા અને દીકરીને ધામધૂમથી ઘરે પરત લાવ્યા. જેવી રીતે દીકરીને સાસરે વળાવી હતી એટલી જ ખુશી અને ધામધૂમથી દીકરીને સાસરેથી ફરી પિયર લઈ આવ્યા હતા. ઝારખંડના રાંચીની આ ઘટના હાલ સોશ્યલ મીડિયામાં જોરદાર રીતે વાયરલ થઈ રહી છે.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW