રવિ પાકોની વાવણી પહેલાં રાજ્ય સરકારનો નિર્ણય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને નર્મદાનું પાણી અપાશે

0

15 માર્ચ 2024 સુધી ઉ.ગુ.માં ‘સુજલામ સુફલામ’ અને સૌરાષ્ટ્રમાં સૌની યોજના થકી પાણી આપવામાં આવશે

Updated: Oct 20th, 2023



અમદાવાદઃ (Gujarat Govt )ગુજરાતમાં આ વખતે ચોમાસુ એકંદરે સારૂ રહ્યું છે અને કેટલાક વિસ્તારમાં વરસાદની ઘટ રહી છે. (Drinking and irrigation)ત્યારે ખેડૂતોનો કપાસ સહિતનો પાક નુકસાન પામ્યો છે. આ બાબતે ગઈકાલે કૃષિમંત્રીએ પણ સ્વીકાર કર્યો હતો. (rabi crop)પરંતુ હવે રાજ્ય સરકારે રવિ પાકોના વાવતેર પહેલાં જ મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર (Narmada water )ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પીવા તથા સિંચાઈ માટે નર્મદાનું પાણી આપશે. 

નર્મદાનું પાણી આગામી 15 માર્ચ 2024 સુધી અપાશે

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્યમાં આગામી શિયાળાની સિઝનમાં રવિ પાકોના વાવેતર પહેલાં જ ઉત્તર ગુજરાતને ‘સુજલામ સુફલામ યોજના’ અન્‍વયે તથા સૌરાષ્ટ્રને ‘સૌની યોજના’દ્વારા પીવા તથા સિંચાઈ માટે નર્મદાનું પાણી આગામી 15 માર્ચ 2024 સુધી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર પીવાના હેતુ માટે 4565 MCFT અને સિંચાઈના ઉપયોગ માટે 26136 MCFT મળી કુલ 30801 MCFT પાણી આપશે. તે ઉપરાંત 16 ઓક્ટોબર 2023થી 15 માર્ચ 2024 સુધી પાણી અપાશે.મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે જે-તે સમયની સ્થિતીને અનુલક્ષીને ઉપલબ્ધતા અનુસાર વધારે પાણી ફાળવવા પણ સરદાર સરોવર નર્મદા નિગમને દિશાનિર્દેશો આપ્યા છે.



Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW