ફક્ત 50 સેકન્ડમાં 100 માળ કરી દેશો પાર, આ છે વિશ્વની સૌથી ફાસ્ટ લિફ્ટ

જાપાનની કંપની હિટાચી બિલ્ડિંગ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા સૌથી ઝડપી લિફ્ટ તૈયાર કરવામાં આવી છે. તેને ચીનની સૌથી ઊંચી ઈમારત શાંઘાઈ ટાવરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. તેની સ્પીડ 73.8 કિલોમીટર પ્રતિ કલાક છે. તે ચિત્તાની જેમ દોડે છે અને માત્ર 55 સેકન્ડમાં તમે તેની સાથે 118મા માળે પહોંચી શકો છો. આ લિફ્ટના નામે ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ પણ છે. એવું કહેવાય છે કે લિફ્ટમાંથી તમે શાંઘાઈના કેટલાક અદ્ભુત દૃશ્યો સાથે ધ બંડ વોટરફ્રન્ટનો અનોખો નજારો મેળવી શકો છો.
આ પણ વાંચોઃ ટ્રેનની ઉપર ચઢીને તારને અડવાથી શું થાય? હકીકત જાણીને રુંવાડા ઉભા થઈ જશે
ત્રીજા નંબર પર છે બુર્જ ખલીફા
આ લિસ્ટમાં બીજા નંબર પર ચીનના સીટીએફ ફાઈનાન્સ સેન્ટર બિલ્ડીંગની લિફ્ટ છે. આ 72 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ચાલે છે અને ફક્ત 45 સેકન્ડમાં 95 માળ સુધી પહોંચી શકે છે. બુર્જ ખલીફાની લીફ્ટની સ્પીડ 65 કિમી પ્રતિ કલાક છે. બિલ્ડીંગના 124ના માળ પર સ્થિત અવલોકન ડેક ‘એટ ધ ટૉપ’ સુધી પહોંચવામાં આ લિફ્ટમાં ફક્ત 2 મિનીટ લાગે છે. આ એક શાનદાર સીઇંગ સાઇટ છે. જ્યાંથી પર્યટકો દુબઈનો નજારો જોઈ શકે છે.
આ પણ વાંચોઃ આ 8 દેશ પહેલા હતાં હિન્દુ રાષ્ટ્ર! જાણો અન્ય ધર્મોએ કેવી રીતે ત્યાં જમાવ્યું પોતાનું રાજ
આ વસ્તુ ક્યારેય ન કરતાં
તાડપે ફાઈનાન્શિયલ સેન્ટરની બિલ્ડીંગમાં લાગેલી લિફ્ટની સ્પીડ પણ ખૂબ જ વધારે થે. તે સૌથી જૂની બિલ્ડીંગમાંથી એક છે. તેમ છતાં તેની સ્પીડ 60.6 કિમી પ્રતિ કલાક નોંધવામાં આવી છે .આ ફક્ત 37 સેકન્ડમાં 89માળ પર પહોંચાડી દે છે. 1993માં બનેલાી એક બીજી પણ જાપાની લિફ્ટ, યોકોહામા ટૉવરમાં લગાવવામાં આવી છે. જે 45 કિમી પ્રતિ કલાકની ગતિ સાથે ચાલે છે અને નીચેથી ઉપર સુધી જવામાં તે ફક્ત 24 સેકન્ડ લે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Lift