ટ્રેનની ઉપર ચઢીને તારને અડવાથી શું થાય? હકીકત જાણીને રુંવાડા ઉભા થઈ જશે

0

દેશના મોટાભાગના ભાગોમાં પરિવહનનું મુખ્ય માધ્યમ રેલવે છે. આજે પણ ઘણી જગ્યાએ ડીઝલ એન્જિનવાળી ટ્રેનો દોડે છે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં રેલવેએ આ ટ્રેનોને વીજળીથી ચલાવવાનું શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કોરા પર એક યુઝરે પ્રશ્ન પૂછ્યો છે કે જો આપણે ટ્રેનની ટોચ પર ચઢીએ અને વાયરને સ્પર્શ કરીએ તો શું આપણને વીજળીનો કરંટ લાગશે? ઘણા યુઝર્સે આ સવાલનો જવાબ આપ્યો છે. આજે અમે તમને એવા જ કેટલાક યુઝર્સ દ્વારા આપવામાં આવેલા જવાબો જણાવીએ છીએ કે જો તમે ટ્રેનની ઉપરના ઈલેક્ટ્રીક વાયરને અડશો તો શું થઈ શકે છે?

દિલ્હીની જીબી પંત એન્જિનિયરિંગ કોલેજમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરી રહેલા અજય કુમાર નિગમે લખ્યું છે કે ટ્રેનની ઉપરથી પસાર થતા વાયરમાં 25000 વોલ્ટનું એસી સપ્લાઈ થાય છે. જે ખૂબ જ વધારે છે. જો તમે વરસાદમાં તે વાયરોથી 5 ફૂટના અંતરે છત્રી લઈને ચાલો છો, તો છત્રીના સ્ક્રૂને સ્પર્શ કરવાથી ઝણઝણાહટ થઈ શકે છે. આવી સ્થિતિમાં, વિચારો કે જો તમે તેને સ્પર્શ કરશો તો શું થશે. તેણે આગળ લખ્યું કે જો તમે તેને અડકશો તો તમારા શરીરમાં એટલી ગરમી પેદ થશે કે માનવ શરીરમાં તુરંત આગ લાગી જશે અને અમુક જ મિનીટમાં તે બળીને ખાક થઈ જશે.

આ પણ વાંચોઃ આ 8 દેશ પહેલા હતાં હિન્દુ રાષ્ટ્ર! જાણો અન્ય ધર્મોએ કેવી રીતે ત્યાં જમાવ્યું પોતાનું રાજ

મનીષ સિંહ નામના યુઝરે લખ્યું છે કે ટ્રેન જમીન પર છે. આવી સ્થિતિમાં જો તમે તે વાયરને સ્પર્શ કરશો તો તમારા શરીરમાં અર્થિંગ સપ્લાય થશે. કારણ કે વાયરમાં 25 હજાર વોલ્ટનો કરંટ ચાલે છે. આવી સ્થિતિમાં, કરંટ પૃથ્વી પર આવી જશે અને થોડીવારમાં વ્યક્તિ આગના ગોળામાં ફેરવાઈ જશે. તે જ સમયે, સૌરભ કુશવાહા નામના વ્યક્તિએ તેના જવાબમાં લખ્યું છે કે દેશના મોટાભાગના ભાગોમાં વીજળીકરણ કરવામાં આવ્યું છે. ત્યાંથી ટ્રેનો ચાલે છે. આવી સ્થિતિમાં છત પર મુસાફરી કરવી સલામત નથી. જો તમે ભૂલથી તે વાયરને સ્પર્શ કરો તો તેમાંથી બચવું અશક્ય છે.

આ પણ વાંચોઃ આ મોંઘા અત્તરની દુનિયા દીવાની! એક વખત છાંટશો તો ત્રણ દિવસ સુધી ખુશ્બૂ નહીં જાય

તમને જણાવી દઈએ કે દેશના ઘણા ભાગોમાં આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે, જ્યારે ટ્રેનમાં સવાર વ્યક્તિ ભૂલથી પણ તે વાયરને સ્પર્શ કરે છે, ત્યારે તેના શરીરમાં તરત જ આગ લાગી જાય છે. આવી જ એક ઘટના બિહારના સહરસામાંથી સામે આવી હતી, જ્યારે એક વ્યક્તિ ટ્રેનમાં ચડતી વખતે ઉપરથી પસાર થતા ઈલેક્ટ્રીક વાયરને સ્પર્શી ગયો હતો. થોડી જ સેકન્ડોમાં તેનું આખું શરીર બળીને રાખ થઈ ગયું. આવી સ્થિતિમાં, આ તારથી દૂર રહેવું વધુ સારું છે, કારણ કે તે પછી બચવાના કોઈ ચાન્સ રહેતા નથી.

First published:

Tags: Ajab Gajab, Railways

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW