જેતપુરમાં અંધશ્રધ્ધાએ 5 દિવસના માસૂમનો ભોગ લીધો, ભૂવાના કહેવાથી માતાએ પુત્રને અગરબત્તીના ડામ દીધા

પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈ પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે
Updated: Oct 20th, 2023
રાજકોટઃ (Rajkot)જેતપુરમાં અંધશ્રદ્ધામાં બાળકના મોત મામલે અગત્યના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલ જેતપુરના સરધારપુર ગામે વાડી વિસ્તારમાં રહી ખેતમજુરી કરતા પરિવારની ગુડીબેન પિન્ટુ મુમલદેએ 24 દિવસ પહેલાં પુત્રને જન્મ આપ્યો હતો. (Jetpur)ત્યારબાદ ધાવણ નહીં આવતાં ગુડીબેનનું નવજાત શિશુ સતત રડતું હતું. (superstition)આ સ્થિતિમાં ગુડીબેને મધ્યપ્રદેશ રહેતા ભુવાનો (police)સંપર્ક કરી પોતાના બાળકને છાનો રાખવા માટે મદદ માંગી ઉપાય જણાવવા કહ્યું હતું. (crime news)ભૂવાએ માસુમ બાળકને પેટના ભાગે અગરબતીના ડામ આપવાનું કહ્યું હતું. જે બાદ જનેતાએ ભૂલકાના પેટના ભાગે ડામ આપતા માસુમની તબિયત લથડી હતી. માસુમ બાળકનું સારવાર દરમિયાન મોત થતાં ચકચાર મચી જવા પામી છે.
આજે બાળકનું ફોરેન્સિક પીએમ કરવામાં આવશે
ભુવાએ ગુડીબેનને તેના નવજાત શિશુને પેટના ભાગે અગરબત્તીના ડામ દેવાની સલાહ આપતાં ગુડીબેને તેમ કરી પેટના ભાગે બે ડામ આપતાં તેના નવજાત શિશુની તબીયત લથડી હતી. જેથી તેને વધુ સારવાર માટે રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જ્યાં ટૂંકી સારવાર બાદ આજે દમ તોડી દીધો હતો. જાણ થતા જેતપુર તાલુકા પોલીસ રાજકોટ દોડી આવી હતી. નિવેદનો નોંધી પોલીસે તપાસ આગળ ધપાવી છે. આજે બાળકનું ફોરેન્સિક પીએમ કરવામાં આવશે. પરિવારજનોનું કહેવું છે કે, અગરબત્તીથી દાઝી જતા બાળકનું મોત થયું છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈ પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે.