જામનગર તાલુકાના ચાંપાબેરાજાની સીમમાંથી જુગારધામ ઝડપાયું

Updated: Oct 20th, 2023
– એલ.સી.બી.ની ટીમે ચાર જુગારીઓને દબોચી લીધા: બે નાશી છુટયા
જામનગર,તા.20 ઓક્ટોબર 2023,શુક્રવાર
જામનગર તાલુકાના ચાંપા બેરાજાની સીમમાં જામનગરનો આસીફ ખફી નામનો શખ્સ જુગાર રમાડી રહ્યો હોવાની બાતમીના આધારે સ્થાનિક ગુન્હા શોધક શાખાએ દરોડો પાડયો હતો.
જ્યાંથી બ્રીજરાજસિંહ નવલસિંહ જાડેજાની વાડીમાં ઓરડીની બહાર ઈલેકટ્રીક લાઈટના અજવાળે જુગાર રમી રહેલા બ્રિજરાજસિંહ જાડેજા, જમીન લે -વેચનું ધંધો કરતા વિજય જયંતિલાલ ધકાણ (રહે. સત્યમ કોલોની જામનગર), બસીર અબ્બાસભાઈ બાબવાણી (રહે. શંકરટેકરી), આસીફ ઉર્ફે સુલતાન યુસુસભાઈ ખફી (સિધ્ધનાથ સોસાયટી) ની અટકાયત કરી હતી અને તેમની પાસેથી રોકડ રકમ રૂા.18,900 ચાર મોબાઈલ ફોન, બે મોટર સાયકલ સહિત રૂા.94,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જયારે પોલીસને જોઈ નાશી છુટવામાં સફળ રહેનાર સુનિલ લાલવાણી અને અમિત ગંઢાને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.