ગુજરાત ATSએ આણંદમાંથી જાસૂસને પકડ્યો, ભારતની માહિતી પાકિસ્તાન પહોંચાડતો હતો

ટ્રોઝન કરીને ભારતીય આર્મી અધિકારીઓના ફોનમાંથી વિગતો એકઠી કરીને પાકિસ્તાનની સંસ્થાને મોકલતો
Updated: Oct 20th, 2023
અમદાવાદઃ (Gujarat)ગુજરાતમાં જાસૂસી કરતાં એક યુવકને ATSએ આણંદથી ઝડપી પાડ્યો છે. (ATS)પાકિસ્તાની સંસ્થા તરફથી જાસૂસી કરતો આ યુવક ભારતીય લશ્કરના નંબર પાકિસ્તાનમાં પહોંચાડતો હતો.(Pakistani spy) તે ઉપરાંત ટેક્નોલોજીથી ડિફેન્સના કર્મચારીઓના ફોનમાં ટ્રોઝન કરીને વિવિધ માહિતી પાકિસ્તાનમાં તેના આકાઓ સુધી મોકલતો હતો. આ માહિતી આપવાના બદલામાં તેને મોટી રકમ મળતી હોવાનું ATSને જાણવા મળ્યું છે. આરોપી હાલ ATSની કસ્ટડીમાં લઈ લેવાયો છે અને ઉલટ તપાસ ચાલુ કરવામાં આવી છે.
જાસૂસને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે પાકિસ્તાન માટે જાસૂસી કરતા લાભશંકર મહેશ્વરી નામનો શખ્સ કેટલાક મોબાઈલ નંબરો મારફતે પાકિસ્તાનને માહિતી પુરો પાડી મોટી રકમ વસૂલતો હતો. તે ફોનમાં ટ્રોઝન કરીને ભારતીય આર્મીના અધિકારીઓના ફોનમાંથી વિગતો એકઠી કરીને પાકિસ્તાનની સંસ્થાને મોકલતો હતો. ATSના સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ગતિવિધિની જાણ સેન્ટ્રલ એજન્સીને મળી હતી અને આ વ્યક્તિનો નંબર અને વિગતો ગુજરાત એટીએસને સોંપી હતી. જે વિગતના આધારે ગુજરાત ATS દ્વારા આ જાસૂસને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપી પાસેથી કેટલા અધિકારીનો ડેટા અને ફોનની વિગત પાકિસ્તાન પહોંચાડી તે મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.