web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

એક્ટર અનિલ કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

0

Anil Kapoor Instagram: બોલિવૂડના એક્ટર અનિલ કપૂર વિશે એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેનારા અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની તમામ પોસ્ટ અને તસવીરો ડિલીટ કરી દીધી છે. જો કે, અભિનેતાએ પોતે આ બધી પોસ્ટ ડીલિટ કરી દીધી છે કે પછી તેનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે તેને લઇને કોઇ જાણકારી બહાર આવી નથી

શું અનિલ કપૂરનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું છે?

એક્ટર અનિલ કપૂર પોતાની ફિલ્મોની સાથે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઘણીવાર કલાકારો પોતાના ફોટા અને જીમના વીડિયો પણ ફેન્સ સાથે શેર કરતા હોય છે. પરંતુ હવે તેના એકાઉન્ટમાંથી તમામ વીડિયો અને તસવીરો ડિલીટ કરી દેવામાં આવી છે.                         

જ્યારે અનિલ કપૂરે આ કર્યું ત્યારે તેમની દીકરી સોનમે રિએક્શન આપ્યું છે. અભિનેતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલનો સ્ક્રીનશોટ શેર કરીને સોનમે લખ્યું, ‘ડેડ!!??’          

અનિલ કપૂરના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 5.8 મિલિયન ફોલોઅર્સ છે જ્યાં તે અવારનવાર તેના ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરે છે. જો કે, તાજેતરમાં તેણે તેની તમામ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ ડિલીટ કરીને બધાને ચોંકાવી દીધા હતા. અનિલ કપૂરના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલનો સ્ક્રીનશોટ શેર કરીને સોનમે લખ્યું ‘ડેડ!!??’           

અનિલ હાલમાં જ આદિત્ય રોય કપૂર અને શોબિતા ધૂલીપાલા સાથે વેબ સિરીઝ ‘ધ નાઈટ મેનેજર’માં જોવા મળ્યો હતો. તેણે પોતાના પ્રોડક્શન વેન્ચર ‘થેન્ક યુ ફોર કમિંગ’માં પણ એક વિશેષ ભૂમિકા નિભાવી છે. જેમાં ભૂમિ પેડનેકર અને શહેનાઝ ગિલ પણ હતા. અનિલ કપૂર ટૂંક સમયમાં સંદીપ વાંગા રેડ્ડીની ફિલ્મ ‘એનિમલ’માં રણબીર કપૂર અને રશ્મિકા મંદાન્ના સાથે જોવા મળશે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે થિયેટર્સમાં રીલિઝ રિલીઝ થઈ રહી છે.           

સોનમ કપૂર છેલ્લે થ્રિલર ફિલ્મ ‘બ્લાઈન્ડ’માં જોવા મળી હતી. આ ફિલ્મ દક્ષિણ કોરિયન થ્રિલરની રિમેક હતી અને તેનું નિર્દેશન શોમ મખીજાએ કર્યું હતું. ઓગસ્ટ 2022માં પુત્રને જન્મ આપ્યા બાદ સોનમ એક્ટિંગથી દૂર થઇ છે.     

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW