આ 8 દેશ પહેલા હતાં હિન્દુ રાષ્ટ્ર! જાણો અન્ય ધર્મોએ કેવી રીતે ત્યાં જમાવ્યું પોતાનું રાજ

ઇન્ડોનેશિયા કેવી રીતે બની ગયો હિંદુમાંથી ઇસ્લામ દેશ
11મી સદી પૂર્વેથી આગામી 2000 વર્ષ સુધી ઇન્ડોનેશિયામાં હિંદુ ધર્મ મુખ્ય ધર્મ હતો. આ સમયગાળા દરમિયાન હિન્દુ રાજાઓનું શાસન હતું. ભારતીય બ્રાહ્મણો દ્વારા હિંદુ ધર્મ ઈન્ડોનેશિયામાં લાવવામાં આવ્યો હતો. છઠ્ઠી સદીમાં અહીં બૌદ્ધ ધર્મનો પ્રભાવ પણ જોવા મળ્યો, પરંતુ 10મી સદીથી મુસ્લિમ ધર્મ ત્યાં પહોંચ્યો. ત્યાંના રાજાઓએ મુસ્લિમ ધર્મ અપનાવ્યા પછી લોકો પણ વધુ મુસ્લિમ બનવા લાગ્યા.
આ પણ વાંચોઃ આખરે ઈન્ડિયન ટ્રેનમાં કરવામાં આવેલું ટોયલેટ ક્યાં પડે છે? રેલવેનો જુગાડ જાણીને તમે પણ ચોંકી જશો
ઈન્ડોનેશિયાના બાલીમાં હજુ પણ હિન્દુ બહુમતી છે
હવે ઈન્ડોનેશિયાની 27 કરોડની વસ્તીમાંથી 86.7 ટકા મુસ્લિમ છે અને 1.74 ટકા હિંદુ ધર્મને અનુસરે છે. બાલી ટાપુમાં હિન્દુઓ બહુમતીમાં છે. એવું માનવામાં આવે છે કે અહીં 90 ટકા હિંદુઓ રહે છે. ઇન્ડોનેશિયામાં હિંદુ ધર્મ ઔપચારિક રીતે આગમા હિંદુ ધર્મ તરીકે ઓળખાય છે. આ ધર્મમાં જાતિ પ્રથા લાગુ કરવામાં આવી ન હતી.
કંબોડિયાની મોટી વસ્તી હતી શૈવ ભક્ત
કંબોડિયા એક એવો દેશ હતો જ્યાં એક સમયે શિવની પૂજા કરતા હિંદુઓની બહુમતી હતી. કંબોડિયામાં 100 ઈસા પૂર્વથી 500 ઈસ્વીની વચ્ચે ફનાન સામ્રાજ્ય દરમિયાન હિન્દુ ધર્મનો ખૂબ જ વિકાસ થયો હતો. ત્યારે રાજા અને પ્રજા હિન્દુ હતી. બધા વિષ્ણુ અને શિવની પૂજા કરતા હતાં. કંબોડિયાનો જન્મ જ એક સમયમાં ખૂબ જ શક્તિશાળી રહેલા હિન્દુ અને બૌદ્ધ સામ્રાજ્ય ઉદ્ભવ્યો હતો.
આ પણ વાંચોઃ ધરતી પર જલપરીનું શું છે રહસ્ય? વૈજ્ઞાનિકોએ ખોલ્યો રાઝ
આ સામ્રાજ્યએ 11મી અને 14મી સદી વચ્ચે સમગ્ર ઈન્ડોચાઈના પ્રદેશ પર શાસન કર્યું. તે સમયે, કંબોડિયાની ધાર્મિક સંસ્કૃતિ શૈવ પ્રધાન હતી. આ સ્થિતિ 15મી સદી સુધી ચાલુ રહી. ત્યારબાદ આ દેશ હવે બૌદ્ધ પ્રભુત્વ ધરાવતો દેશ બન્યો. આજે, કંબોડિયામાં લગભગ 97 ટકા વસ્તી થરવાડા બૌદ્ધ ધર્મને અનુસરે છે.
અફઘાનિસ્તાનમાં રાજ કરતા હતાં હિન્દુ રાજા
અફઘાનિસ્તાન છઠ્ઠી સદી સુધી હિન્દુ અને બૌદ્ધ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર હતો. આ પ્રદેશમાં હિન્દુ રાજાઓએ જુદા જુદા વિસ્તારોમાં શાસન કર્યુ. 11મી સદીમાં મોટાભાગના હિન્દુ મંદિરો નાશ પામ્યા હતા અથવા મસ્જિદમાં ફેરવાઈ ગયા હતા. કલ્લાર, સામંતદેવ, અષ્ટપાલ, ભીમ, જયપાલ, આનંદપાલ, ભીમપાલ, ત્રિલોચનપાલ અફઘાનિસ્તાનના મુખ્ય હિંદુ રાજાઓના નામ છે. હવે અફઘાનિસ્તાનમાં હિન્દુ ધર્મને અનુસરનારા લોકોની સંખ્યા ઘટીને લગભગ 1000 થઈ ગઈ છે. અફઘાનિસ્તાનમાં, ઇસ્લામ એ 99 ટકાથી વધુ નાગરિકોનો ધર્મ છે. લગભગ 90 ટકા વસ્તી સુન્ની ઇસ્લામને અનુસરે છે.
થાઈલેન્ડ ક્યારેય હિંદુ રાષ્ટ્ર નહોતું પરંતુ તેની અસર ચોક્કસપણે હતી
ઘણા લોકો માને છે કે થાઈલેન્ડ એક સમયે હિન્દુ બહુમતી ધરાવતો દેશ હતો પરંતુ એવું નથી. થાઈલેન્ડ ક્યારેય હિન્દુ બહુમતી ધરાવતો દેશ નહતો પરંતુ, ત્યાં હંમેશા હિન્દુ ધર્મનો પ્રભાવ રહ્યો છે. હિન્દુ ધર્મ ત્યાં લઘુમતી ધર્મ છે. 84,400 હિન્દુઓ ત્યાં રહે છે પરંતુ, થાઈલેન્ડમાં મજબૂત હિન્દુ પ્રભાવ છે. જો કે, આ દેશ બૌદ્ધ ધર્મમાં બહુમતી ધરાવતો દેશ છે. તમિલ અને ગુજરાતી વસાહતીઓ 1800ના દાયકાના ઉત્તરાર્ધમાં રત્ન અને કાપડ ઉદ્યોગમાં કામ કરવા માટે થાઈલેન્ડ ગયા. તે પછી, 1890ના દાયકામાં, પંજાબના શીખ અને હિન્દુ બંને ત્યાં પહોંચ્યા.
વિયેતનામમાં ક્યારેક હતી ખાસ હિન્દુ આબાદી
વિયેતનામને પણ એક સમયે એવા દેશોમાં ગણવામાં આવતું હતું જે પ્રાચીન સમયમાં ગ્રેટર ભારત તરીકે જોવામાં આવતું. જો કે આ દેશ ક્યારેય હિન્દુ વર્ચસ્વ ધરાવતો નથી. પરંતુ તેની ત્યાં ચોક્કસપણે ઘણી અસર પડી. અત્યારે પણ લગભગ 70 હજાર હિન્દુઓ ત્યાં રહે છે. વિયેતનામમાં મોટાભાગના લોકો બૌદ્ધ ધર્મ અને સ્વદેશી ધર્મોને અનુસરે છે. દેશી ધર્મમાં, સ્થાનિક આત્માઓ, દેવતાઓ અને માતા દેવીની પૂજા કરવામાં આવે છે. આ દેશી ધર્મ હિન્દુ ધર્મ જેવો જ લાગે છે. જો કે, અહીં ચોક્કસપણે 7મી સદી અથવા તેના પહેલાના હિન્દુ મંદિરો છે.
ફિલિપાઈન્સમાં પણ જોવા મળી તેની અસર
9મી સદીના અંત સુધીમાં ફિલિપાઈન્સમાં હિન્દુ ધર્મનો પ્રભાવ હતો. 1989માં શોધાયેલ લગુના કોપરપ્લેટ શિલાલેખ દર્શાવે છે કે 16મી સદીમાં યુરોપિયન વસાહતી સામ્રાજ્યોના આગમન પહેલા ઇન્ડોનેશિયા મારફતે ફિલિપાઇન્સમાં હિન્દુ ધર્મનો પ્રભાવ હતો. 13મી સદીમાં, અહીંના લોકો શ્રીવિજય અને માજાપહિત દ્વારા હિંદુ અને બૌદ્ધ ધર્મમાં પરિચય પામ્યા હતા. તે પછી, જ્યારે મિશનરીઓ અહીં પહોંચ્યા, ત્યારથી આ દેશ બહુમતી ખ્રિસ્તી દેશ છે. જો કે, ફિલિપાઈન્સમાં હિન્દુ ધર્મનો પ્રભાવ એ હકીકત પરથી પણ સ્પષ્ટ થાય છે કે અહીં 351 જૂના હિન્દુ મંદિરો છે અને ઘણા હિન્દુ મંદિરો નષ્ટ થઈ ગયા હતા.
માલદીવ હિન્દુ ચોલ રાજાઓના શાસન હેઠળ હતું
માલદીવ બારમી સદી સુધી હિંદુ રાજાઓ હેઠળ રહ્યું. પાછળથી તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર પણ બન્યું. તમિલ ચોલ રાજાઓ પણ અહીં રાજ કરતા હતા. પરંતુ તે પછી તે ધીમે ધીમે મુસ્લિમ રાષ્ટ્રમાં બદલાવા લાગ્યું. ઇસ્લામ એ માલદીવનો સત્તાવાર ધર્મ છે. “એક બિન-મુસ્લિમ માલદીવનો નાગરિક બની શકતો નથી.” ઐતિહાસિક પુરાવા અને દંતકથાઓ અનુસાર, માલદીવનો ઈતિહાસ 2,500 વર્ષથી વધુ જૂનો છે.
ઐતિહાસિક પુરાવાઓ અને દંતકથાઓ અનુસાર, માલદીવનો ઈતિહાસ 2,500 વર્ષથી વધુ જૂનો છે. માલદીવના સૌથી પહેલા રહેવાસીઓ કદાચ ગુજરાતીઓ હતા જેઓ 500 બીસીની આસપાસ શ્રીલંકામાં આવ્યા અને સ્થાયી થયા. ત્યાંથી કેટલાક માલદીવ આવ્યા. માલદીવના પ્રથમ રહેવાસીઓ ધેવીસ તરીકે ઓળખાતા લોકો હતા. તે ભારતના કાલીબંગાથી આવ્યો હતો. સૌર વંશના માલદીવના પ્રથમ રાજાઓનો ઇતિહાસ નોંધતી તાંબાની પ્લેટો ઘણા સમય પહેલા ખોવાઈ ગઈ હતી.
અરબી વેપારીઓના પ્રભાવ હેઠળ માલદીવ બદલાઈ ગયું
12મી સદી પછી, અરબી વેપારીઓના પ્રભાવ હેઠળ, અહીંના રાજાઓ મુસ્લિમ બનવા લાગ્યા. 6 ઇસ્લામિક રાજવંશોની શ્રેણી શરૂ થઈ. તે પછી લોકો પણ મુસ્લિમ બનવા લાગ્યા. ત્યારપછી આ દેશ ધીરે ધીરે મુસ્લિમ દેશ બની ગયો.
એક સમયે શ્રીલંકામાં હતી આવી સ્થિતી
બૌદ્ધ ધર્મના આગમન પહેલા, શ્રીલંકામાં હિન્દુ ધર્મ પ્રબળ ધર્મ હતો. હિન્દુ ધર્મનો ફેલાવો કદાચ દક્ષિણ ભારતથી શ્રીલંકા તરફ તમિલોના સ્થળાંતરને કારણે થયો હતો. ચોલ સામ્રાજ્યના દક્ષિણ ભારતીય તમિલોના શાસને હિન્દુ ધર્મને શ્રીલંકામાં ખીલવા દીધો. એક સમયે શ્રીલંકામાં હિન્દુ વસ્તીની ટકાવારી 1881માં 21.51 ટકા હતી, જે 1921માં 25 ટકાની આસપાસ પહોંચી ગઈ હતી, પરંતુ હવે 2012માં તે ઘટીને 12.58 ટકા થઈ ગઈ છે. જો કે આ માટે ઘણા કારણો આપવામાં આવ્યા છે.
અંગ્રેજો દ્વારા લાવેલા ગિરમિટિયા મજૂરો ભારત પાછા ફર્યા. જુલાઈ 1983 – મે 2009 વચ્ચે શ્રીલંકાના ગૃહયુદ્ધને કારણે તમિલ હિન્દુઓનું મોટા પાયે સ્થળાંતર થયું. 2012ની રાષ્ટ્રીય વસ્તી ગણતરી મુજબ, શ્રીલંકાની વસ્તી 70.2% બૌદ્ધ, 12.6% હિન્દુ, 9.7% મુસ્લિમ, 7.4% ખ્રિસ્તી છે.
ભારતમાં સમ્રાટ અશોકના શાસન દરમિયાન, જ્યારે તેમણે તેમની પુત્રીને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા મોકલ્યા, ત્યારે ત્યાંની વસ્તી પર બૌદ્ધ પ્રભાવ દેખાવા લાગ્યો. તે પછી શ્રીલંકા બૌદ્ધ દેશ બનવાનું શરૂ થયું. ખેર, આપણા પુરાણો મુજબ, પ્રાચીન સમયમાં આ દેશ પર કુબેરનું શાસન હતું, જે પછી રાવણ દ્વારા કબજે કરવામાં આવ્યું હતું. જ્યારે રામ અહીં જીત્યા, ત્યારે રાજ્ય વિભીષણને સોંપવામાં આવ્યું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Hindu dharm