આ રહ્યા રાવણના સગા વહાલા, ઢોલ-નગારા સાથે કરે છે લંકેશની પૂજા

0

મધ્યપ્રદેશ: નવરાત્રી પછી દશેરાનું આગમન થાય છે. દશેરામાં સમગ્ર ભારતમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. જો કે, દેશમાં એવી પણ ઘણી જગ્યા છે, કે જ્યાં લંકેશ રાવણની પૂજા કરવામાં આવે છે. આજે પણ આ સ્થળે રાવણના નામનો જાપ કરવામાં આવે છે. મધ્યપ્રદેશનું સતનાનું કોઠી શહેર પણ આ સ્થાનો પૈકી એક છે, આ સ્થળે દશાનનની પૂજા કરવાની પરંપરા છે.

આ સ્થળે છે રાવણની વર્ષો જૂની પ્રતિમા

દશેરાના દિવસે કોઠીનો મિશ્રા પરિવાર અને મોટી સંખ્યામાં ગામલોકો મળીને રાવણની પૂજા કરવા કોઠી પોલીસ સ્ટેશન જાય છે. કોઠીના પોલીસ સ્ટેશનમાં રાવણની પ્રતિમા છે, જે વર્ષો જૂની હોવાનું કહેવાય છે. લોકોનું માનવું છે કે, રાવણ સૌથી વધુ જ્ઞાની અને વિદ્વાન હતો, તેથી તેને બાળવો જોઈએ નહીં.

worshiped of Ravana on day of Dussehra in town of Kothi Madhya Pradesh

વિજયાદશમી કરવામાં આવે છે રાવણની પૂજા

કોઠી શહેરમાં રહેતો મિશ્રા પરિવાર ઘણા વર્ષોથી સતત લંકેશની ઢોલ-નગારા સાથે પૂજા-અર્ચના કરી રહ્યો છે. કોઠી શહેરમાં લંકેશની પૂજાના થોડા દિવસ પહેલાં જ રાવણની પ્રતિમા અને તેના રંગને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે અને વિજયાદશમીના દિવસે રાવણની પૂજા કરવામાં આવે છે.

worshiped of Ravana on day of Dussehra in town of Kothi Madhya Pradesh

અહીંના લોકો રાવણને માને છે પોતાના સંબંધ

રાવણની પૂજા કરનારા રમેશ મિશ્રાએ કહ્યું હતું કે, રાવણ એક મહાન વિદ્વાન હતો. તેમણે વૈદિક ઉપાસના કરી છે અને ભગવાન ભોલેનાથની સ્તુતિમાં ઘણી કૃતિઓ લખી હતી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ રાવણની આધ્યાત્મિક સાધનાથી પ્રસન્ન થયા. રાવણ ભગવાન શિવના પરમ ભક્ત હતા. તેઓ મહાન પંડિત હતા, તેથી અમે તેમને અમારા સંબંધી માનીએ છીએ.

આ પણ વાંચો: મોતને ગળામાં વિંટાળીને ફરે છે આ મહિલા, કોબ્રાને કહે છે “મારો દીકરો”

રાવણની પૂજાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે

અહીં રાવણની પૂજાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે, લોકો રાવણ પૂજામાં ઉત્સાહભેર ભાગ લે છે. લોકોનું માનવું છે કે, અમે રાવણના ત્યાગ, સમર્પણ, સાધના, જ્ઞાનની પૂજા કરીએ છીએ અને તેમને અમારા વંશજ માનીએ છીએ.

First published:

Tags: Ajab gajab news, Dharm Bhakti, Dussehra, Local 18, Ravan

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW