Navratri 2023: બાળાઓમાં થયા 64 જોગણીના દર્શન, લોકો થયા મંત્રમુગ્ધ

સાવરકુંડલા શહેરમાં રહેતા યશોધરાબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ સાવરકુંડલા શહેરમાં રિદ્ધિ સિદ્ધિ હોલ ખાતે 64 જોગણીની મહાપૂજા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપુજા આરતીમાં 64 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. તમામ બાળકોએ જુદા જુદા વેશભૂષા ધારણ કર્યાં હતાં. નવદુર્ગા માતાજીના વેશભૂષા ધારણ કર્યાં હતાં.
નવરાત્રીનો તહેવાર નવદુર્ગાની પૂજાને સમર્પિત છે. આ ઉપરાંત નવરાત્રિમાં પૂજા, ભક્તિ, નૃત્ય, સંગીત અને પહેરવેશનું પણ મહત્વ છે. પરંતુ ફેશન એવી હોવી જોઈએ કે, તે આપણી ભારતીય પરંપરાને પ્રતિબિંબિત કરે. નવરાત્રી અથવા દુર્ગા પૂજા એ ભારતનો એક મહત્ત્વ પૂર્ણ હિંદુ તહેવાર છે, જે દેશના વિવિધ ભાગોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. આ તહેવાર અસત્ય પર સત્યની જીત દર્શાવે છે.
સાવરકુંડલા શહેરના મધ્યમાં આવેલા રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિર ખાતે આ 64 જોગણીની મહાપૂજા કરવામાં આવી હતી. અલગ અલગ બાળાઓએ 64 જોગણીઓનો વેશભૂષા ધારણ કર્યાં હતાં. ભવ્ય કાર્યક્રમનું આયોજન નવરાત્રી દરમિયાન દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે પણ 64 જોગણીનું મહાપુજાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Amreli News, Local 18, Navratri 2023, Navratri celebration, Shardiya Navratri 2023