Navratri 2023: અહીં ગરબીમાં શ્રીફળમાંથી પ્રગટ થયા માતાજી, જુઓ VIDEO

સાવરકુંડલા શહેરમાં દેવડા ગેટ વિસ્તારમાં 1947 થી પ્રાચીન ગરબી તૈયાર કરવામાં આવે છે અને પ્રાચીન રાસ, ગરબા ગાય અને નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. માતાજીની આરાધના પૂજા કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે 11 ફૂટના શ્રીફળમાંથી મહાલક્ષ્મીજી પ્રગટ થાય તેવો ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યો છે.
ખોડીયાર બાળક ગરબી મંડળને ચાલુ વર્ષે 75 વર્ષ પૂર્ણ થયા છે અને 76માં વર્ષની શરૂઆત સાથે જ માતાજીની પૂજા – અર્ચના કરી અને નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે સાક્ષાત માતા લક્ષ્મીજીની મૂર્તિ 11 ફૂટના શ્રીફળમાંથી પ્રગટ થાય તેવું આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી અને ફ્લોટસ તૈયાર કરવામાં આવ્યો છે. કલાત્મક અને દર્શનીય મૂર્તિ તૈયાર કરવામાં આવી છે.
જગદીશભાઈએ જણાવ્યું હતું કે, દર વર્ષે અલગ અલગ ડિઝાઇન ઉપર માતાજીની મૂર્તિ તૈયાર કરવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે 11 ફૂટના શ્રીફળમાંથી માતાજી પ્રગટ થતા હોય તેવો ફ્લોટસ તૈયાર કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા માતાજીના દર્શન કરવા આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Amreli News, Local 18, Navratri 2023, Navratri celebration, Shardiya Navratri 2023