Gujarat Heart Attack: દ્વારકામાં બે ખેડૂતો અને અમરેલીમાં 23 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત

દ્વારકા જિલ્લામાં હાર્ટ એટેક આવતા એક જ દિવસમાં બે ખેડૂતોએ જીવ ગુમાવ્યો છે. જિલ્લાના ઠાકર શેરડી ગામે કણજારિયા વેલજી રણમલનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની પરિવારજનોને આશંકા છે. ખેતરમાં કામ કરતી વેળા અચાનક હાર્ટ એટેક આવતા ઢળી પડ્યા હતા. ત્યારે હાલ તેમના પરિવારજનો માથે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચોઃ પૌરાણિક પદ્ધતિથી બનાવેલું વિશ્વનું બીજું સૌથી મોટું મંદિર 1000 વર્ષ ટકશે, જાણો અંદરની ડિઝાઇન-આર્કિટેક્ચર
જ્યારે અન્ય એક કિસ્સો ખંભાળિયાના શક્તિનગરમાં બન્યો છે. જ્યાં રામજી દામજી નકુમ નામના ખેડૂત પણ ખેતીકામ કરતી વખતે અચાનક મોતને ભેટ્યા હતા. ત્યારે તેમના પણ પરિવારજનોએ હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત મોભીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
તો અમરેલી જિલ્લામાં પણ નવરાત્રિ દરમિયાન યોજાયેલા રામાપીરના આખ્યાન દરમિયાન એક યુવકને હાર્ટ એટેક આવતા દોડધામ મચી ગઈ હતી. રાજુલા શહેરમાં મોડી રાતે 23 વર્ષીય દિનેશ શિયાળને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જુવાનજોધ દીકરાના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Amreli News, Devbhoomi Dwarka, Devbhumi dwarka, Dwarka news, Heart attack