આટલી ઉંચી કેમ બનાવવામાં આવે છે પાણીની ટાંકી? 90 ટકા લોકો નથી જાણતા તેની પાછળનું કારણ

તમે અવારનવાર જોયું હશે કે નાના શહેરોથી લઈને મોટા શહેરો સુધી પાણીની ટાંકીઓ ખૂબ ઊંચાઈ પર બનેલી છે. જ્યારે આ પ્રશ્ન ઓનલાઈન પ્લેટફોર્મ Quora પર આવ્યો તો લોકોએ અલગ અલગ જવાબો આપ્યા. અજબ ગજબ નોલેજ સિરીઝમાં અમે તમને જણાવીશું કે એવું શા માટે થાય છે કે ટાંકી ઉંચી બનાવવી પડે છે.
આ પણ વાંચોઃ અંતરિક્ષમાં કેવી રીતે કાપવામાં આવે છે વાળ? અંતરિક્ષયાત્રીએ શેર વીડિયો
આટલી ઉંચી કેમ બનાવવામાં આવે છે પાણીની ટાંકી?
આ સવાલના તમામ પ્રકારના જવાબ લોકોએ આપ્યા છે. જેનો નિચોડ નીકળે છે કે, તેમાં વિજ્ઞાનની મોટી ભૂમિકા રહેલી છે. પોટેન્શિયલ એનર્જી નામનો કોન્સેપ્ટ અહીં કામ કરે છે. જેને સ્થિત ઉર્જા પણ કહેવામાં આવે છે. જ્યારે પાણીની ટાંકીમાં ઉપરની તરફ હોય, તો તેની પોટેન્શિયલ એનર્જી સૌથી વધારે હોય છે. તેની આસપાસના વિસ્તારમાં વધારે દબાવથી દૂર સુધી પહોંચી શકે છે. પાણીને કેટલી દૂર અને કેટલા દબાણથી મોકલવાનું છે. તે ટાંકીની ઉંચાઈ પર નિર્ભર કરે છે. એટલે જેટલી ઉંચી ટાંકી, તેટલું જ ઉંચુ પ્રેશરથી ઘરે નળમાં પાણી આવશે.
આ પણ વાંચોઃ 33000 ફૂટની ઊંચાઈએ વિમાનમાં પાયલટ સુઈ જાય તો? જાણો મુસાફરો કેવી રીતે બચાવી શકશે પોતાનો જીવ
વીજળીની થાય છે બચત
પાણીના દબાણ અને ગુરુત્વાકર્ષણ બળને કારણે લાંબા અંતર સુધી પાણીનું વિતરણ કરી શકાય છે. આ પ્રક્રિયામાં, પાવરનો વપરાશ ઓછો થાય છે અને નજીક માટે મોટરની જરુર પણ નથી પડતી. તમે પાણીની ટાંકીમાં પણ જોયું હશે કે તેને સિલિન્ડ્રિકલ બનાવવામાં આવે છે. તેનું કારણ એ છે કે એકસમાન તાણ સાથે પાણીનું વિતરણ કરવામાં આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Water tank