આખરે ઈન્ડિયન ટ્રેનમાં કરવામાં આવેલું ટોયલેટ ક્યાં પડે છે? રેલવેનો જુગાડ જાણીને તમે પણ ચોંકી જશો

પહેલા તમે જોયું હશે કે ટ્રેનમાં બાથરુમમાં નીચે ચેમ્બર ખુલે છે. તેનાથી સુસુ અથવા પૉટી સીધું પાટા ઉપર પડતું હતું. તેનાથી ના ફક્ત રેલવેને નુકસાન થતું હતું પરંતુ, પર્યાવરણને પણ નુકસાન થતુ હતું. ખુલ્લામાં શૌચ કરવા પર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો છે. પરંતુ, ટ્રેનના કારણે પાટા પર પૉટી અને સુસુ પડતુ હતું. તેનાથી સમસ્યાથી છુટકારો મેળવવા માટે રેલવેએ જુગાડ લગાવ્યો હતો.
આ પણ વાંચોઃ ધરતી પર જલપરીનું શું છે રહસ્ય? વૈજ્ઞાનિકોએ ખોલ્યો રાઝ
ઓપન ડિસ્ચાર્જ સિસ્ટમ પર પ્રતિબંધ
અગાઉ ટ્રેનોમાં ઓપન ડિસ્ચાર્જ સિસ્ટમનો ઉપયોગ થતો હતો. ટોઇલેટમાં જતાં જ તે પાટા પર પડી જતું. ખાસ કરીને જ્યારે ટ્રેન સ્ટેશન પર ઉભી હોય ત્યારે ગંદકી સૌથી વધુ ફેલાઈ હતી. લોકોને સ્ટેશન પરના શૌચાલયનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ લોકો તેના પર વિશ્વાસ કરતા ન હતા. તેનું સોલ્યુશન હતું કંટ્રોલ ડિસ્ચાર્જ સિસ્ટમ. તેમાં જેમ જેમ ટ્રેન 30ની સ્પીડમાં પહોંચે કે તરત જ પોટી સુસુ ડૂબી જાય. જેના કારણે સ્ટેશન સ્વચ્છ તો બન્યું પરંતુ પાટા પર ગંદકી યથાવત રહી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Indian railways, Railways