અમરેલી: નદીમાં જતાં પુત્રને બચાવવા પિતા અને બહેન પાણીમાં પડ્યા, ત્રણેયના મોત

આ ઘટનાને પગલે સમઢીયાળા ગામમાં ભારે અરેરાટી ફેલાઇ છે. નદીમાં ડૂબતા પુત્રને બચાવવા જતાં પિતા અને બહેનનું પણ મોત નિપજ્યું છે. આ ઘટનામાં પિતા દેવકુ રામજી પરમાર, બહેન માણેક ઉર્ફે દક્ષાબેન અને ભાઈ બોખોનું મોત નિપજ્યું છે. જ્યારે એક જ પરિવારના ત્રણ લોકોના મોતને પગલે સરાણીયા પરિવારના માથે આભ ફાટ્યું છે.
આ પણ વાંચો: આવી રહ્યું છે વાવાઝોડું? 21મી તારીખે અરબી સમુદ્રમાં શું મોટી નવાજૂની થશે?
મળતી માહિતી અનુસાર, નદી કિનારે રહેતા સરાણીયા પરિવારનો અઢી વર્ષનો પુત્ર રમતા-રમતા નદીની નજીક પહોંચી ગયો હતો. જે જોતાં ભાઇને બચાવવા માટે તેની બહેન પણ દોડી ગઇ હતી. જ્યારે નદીના પાણીમાં તે પણ ડૂબવા લાગી હતી. જે જોતાં પિતા બન્ને સંતાનોને બચાવવા પડ્યા હતા. આ ઘટનામાં પિતા, પુત્ર અને પુત્રી ત્રણેયના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા.
નદીમાં ત્રણેયની લાશ તરતી જોતાં સ્થાનિક લોકો એકઠા થયા હતા અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. જે બાદ પોલીસની મદદથી સ્થાનિક લોકોએ મૃતકોની લાશ નદીમાંથી બહાર કાઢી હતી. આ સમગ્ર ઘટનાને પગલે ગામમાં ભારે ગમગીની છવાઇ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Amreli News, Gujarat News