web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

અમદાવાદમાં AMCનું હવાઈ મોનિટરિંગ, રોડ રસ્તા, પાર્કિંગ અને દબાણની જાણકારી ડ્રોનથી મેળવશે

0

પાયલોટ પ્રોજેક્ટ હેઠળ તાજેતરમાં સાયન્સ સીટી રોડ અને આશ્રમ રોડ પરનો ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવ્યું

Updated: Oct 19th, 2023



અમદાવાદઃ (AMC) મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે ટેકનોલોજીનો ઉપયોગ કરીને શહેરના રોડ-રસ્તાનું હવાઈ મોનિટરિંગ કરાશે. શહેરમાં વધી રહેલા ટ્રાફિક અને દબાણોનો સરવે કરવા માટે કોર્પોરેશન હવે હવાઈ મોનિટરિંગ કરશે.AMC દ્વારા હાલમાં બે રોડ ઉપર ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. (Drone surveillance)આગામી દિવસોમાં મ્યુનિસિપલ (Ahmedabad)કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રોનથી સર્વે કરાશે.AMC કમિશનરને ડ્રોન સર્વેલન્સ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરાયુ હતું. અમદાવાદ શહેરમાં રોડ રીપેરિંગ, ગેરકાયદેસર દબાણો, ફૂટપાથ, વોલ ટુ વોલ રોડ, ડિવાઇડર સર્કલ વગેરે કેવી સ્થિતિમાં છે અને તેમાં શું ફેરફાર કરવો જોઈએ તેનું મોનિટરિંગ કરીને કામગીરી માટે નિર્ણય લેવામાં આવશે. 

ગેરકાયદેસર પાર્કિંગ અને દબાણોની મોટી સમસ્યા

AMCના સુત્રોના જણાવ્યા પ્રમાણે, શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા રોડ બનાવવા, ગટર- ડ્રેનેજ અને પાણીની પાઇપલાઇન નાખવી વગેરે કામગીરીનું સતત મોનિટરિંગ ડ્રોનથી કરવા તેમજ રોડ ઉપર ગેરકાયદેસર પાર્કિંગ અને દબાણોની મોટી સમસ્યા છે. ક્યા વિસ્તારમાં કેવા દબાણો છે અને ક્યાં બદલાવની જરૂર છે. તે સમગ્ર બાબતે ડ્રોનથી સર્વેલન્સ કર્યા બાદ તેના ફૂટેજ ઉપરથી કામગીરી કરાવવા સરળતા રહે તે માટે આ નિર્ણય લેવાયો છે. હાલમાં પાયલટ પ્રોજેક્ટ હેઠળ  પાયલોટ પ્રોજેક્ટ હેઠળ તાજેતરમાં સાયન્સ સીટી રોડ અને આશ્રમ રોડ પરનો ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં તેને સફળતા મળશે શહેરમાં ડ્રોનનું સર્વેલન્સ કરી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કામગીરી પર મોનિટરિંગ થશે.



Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW