અમદાવાદમાં ખાનગી બસો પર પ્રવેશબંધી, હાઈકોર્ટે પોલીસ કમિશ્નરનું જાહેરનામું માન્ય રાખ્યું

હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશ્નરનું જાહેરનામું કાયદાથી વિપરીત નહીં હોવાનું નોંધ્યું
Updated: Oct 19th, 2023
અમદાવાદઃ (Ahmedabad)શહેરમાં વધતી વસતીને જોતાં ટ્રાફિકમાં પણ જબરદસ્ત વધારો થયો છે. (police)બીજી તરફ ખાનગી બસોની શહેરમાં પ્રવેશ બંધીનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. (privet travel bus)ત્યારે હાઈકોર્ટે પોલીસ કમિશ્નરના જાહેરનામાને માન્ય રાખતાં હવે શહેરમાં ખાનગી બસો પર પ્રવેશબંધી લાગી જશે. (traffic)થોડા સમય પહેલાં જ શહેર પોલીસ કમિશ્નરે રાત્રીના (entry time)સમયે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે નહીં તે માટે ખાનગી બસો પર પ્રવેશબંધી જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જેને ટ્રાવેલ્સ એજન્સીઓએ હાઈકોર્ટમાં પડકાર્યું હતું.
જાહેરનામાને ખાનગી ટ્રાવેલ્સ એજન્સીઓએ પડકાર્યું હતું
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ પોલીસ કમિશ્નરના જાહેરનામા બાદ ખાનગી બસોને શહેરમાં સવારે આઠથી રાત્રે 10 વાગ્યા સુધી પ્રવેશ પર પાબંધી લગાવી હતી. પોલીસ કમિશ્નરના આ જાહેરનામાને ખાનગી ટ્રાવેલ્સ એજન્સીઓએ હાઈકોર્ટમાં પડકાર્યું હતું. ટ્રાવેલ્સ એજન્સીઓના સંચાલકોએ ધંધા રોજગારનો ઉલ્લેખ કરીને જાહેરનામું રદ કરવા કોર્ટ સમક્ષ માંગ કરી હતી. ત્યારે આજે સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસ કમિશ્નરનું જાહેરનામું કાયદાથી વિપરીત નહીં હોવાનું નોંધ્યું હતું અને જાહેરનામાને માન્ય રાખ્યું હતું.
પોલીસ અધિકારીઓએ ટ્રાવેલ્સ એસોસિએશન સાથે બેઠક કરી હતી
તાજેતરમાં અમદાવાદ પોલીસ કમિશ્નર અને DCP સફિન હસને ટ્રાવેલ્સ એસોસિએશન સાથે બેઠક કરી હતી. ત્યાર બાદ નિર્ણય લેવાયો હતો કે નવા જાહેરનામામાં રાત્રે 10થી સવારે આઠ વાગ્યા સુધી ટ્રાવેલ્સની બસોને શહેરમાં પ્રવેશવાની મંજુરી છે. આ અગાઉ રાત્રે 11 થી સવારે 7 વાગ્યા સુધી પ્રવેશ કરવાની મંજુરી હતી. થોડા સમય અગાઉ અમદાવાદમાં ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા બસને શહેરમાં રાત્રે 9.30થી સવારે 8 વાગ્યા સુધી અને બપોરે 1થી 4 પ્રવેશવા દેવાની મંજૂરી આપવા માંગ કરાઈ રહી છે.