અંબાજીમાં ગરબા રમવા માટે ચાચર ચોક નાનો પડતો હોવાથી મોટો કરાશે, કામ શરૂ કરી દેવાયુ

વન અને પર્યાવરણમંત્રી મુકેશ પટેલ અંબાજી દર્શનાર્થે પહોંચ્યા હતાં અને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું
Updated: Oct 19th, 2023
અંબાજીઃ (Ambaji ) માં જગદંબાની નવરાત્રિનો આજે પાંચમો દિવસ છે (traditional Garba )ત્યારે યાત્રાધામ અંબાજીમાં આ વખતે નવરાત્રીને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. (Navratri) રાત્રે 9.00 વાગે આરતી બાદ ચાચર ચોકમાં ગરબા યોજાય છે.(Chachar chowk) તાજેતરમાં મંદિર તંત્ર તરફથી અંબાજીના ચાચર ચોકમાં માત્ર મહિલાઓના અલગ ગરબા યોજવાનો નિર્ણય લેવાયો હતો.આ નિર્ણયનો વિરોધ થતાં આખરે મંદિર તંત્રએ આસ્થા સામે ઝૂકવું પડ્યું છે અને નિયમોમાં ફેરફાર કર્યો છે. બીજી તરફ અંબાજી પહોંચેલા મંત્રી મુકેશ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચાચર ચોક હવે મોટો કરાશે.
ચાચર ચોક હવે ગરબા રમવા માટે નાનો પડે છે
અંબાજીમાં દર્શનાર્થે પહોંચેલા વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, અંબાજીનો ચાચર ચોક હવે મોટો કરાશે. ગરબા રમવા માટે વધુ શ્રદ્ધાળુઓ ઉમટતા હોવાથી ચાચર ચોક નાનો પડે છે. આ ચોક મોટો કરવા માટેનું કામ ચાલી રહ્યું છે. ચોકને મોટો કરવાથી વધુ લોકો માં અંબાના ધામમાં ગરબા રમી શકશે. જેમાં ખાસ કરીને આ વખતે સૌપ્રથમ વખત ટ્રેડિશ્નલ ગરબા યોજવામાં આવ્યાં છે.