PM અને ગૃહમંત્રીના કાર્યક્રમોમાં ફાળવેલી બસોનું 3 કરોડ ભાડું સરકાર કે કમલમથી વસુલોઃ કોંગ્રેસ

સરકારી કાર્યક્રમોમાં કુલ 5072 જેટલી બસોની વર્ધી પેટે જે ભાડાની રકમ 3.12 કરોડ રૂપિયા થઈ
Updated: Oct 18th, 2023
અમદાવાદઃ (Ahmedabad)શહેરમાં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના કાર્યક્રમો માટે પબ્લિકને લાવવા લઈ જવા માટે AMCની AMTS બસનો ઉપયોગ કરાય છે. ત્યારે છેલ્લા બે વર્ષમાં AMC દ્વારા વિવિધ કાર્યક્રમો માટે 5072 જેટલી બસોની સ્પેશિયલ વર્ધી કરાઈ હતી. (bjp)જેની ભાડા પેટેની 3 કરોડની રકમ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી લોનની સામે જમા પેટે ચૂકવવા અંગેની દરખાસ્ત ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી છે. (opposition)જેને લઇ વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયો છે કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના કાર્યક્રમો માટે જે બસનો ઉપયોગ કરવામાં આવે છે તે કોર્પોરેશનના લોન પેટે ખર્ચની રકમ જમા લેવાની જગ્યાએ સરકાર અથવા કમલમમાંથી વસૂલવી જોઈએ.
50 ટકા બસો સ્પેશિયલ વર્ધી માટે મૂકાતાં લોકોને મુશ્કેલી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણે જણાવ્યું હતું કે, વર્ષ 2021-22 અને 2022-23 દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTSનો વિવિધ સરકારી કાર્યક્રમો જેવા કે પીએમનો રોડ શો, વંદે ગુજરાત વિકાસ યાત્રા મોરેશિયસ પીએમ રોડ શો ગૃહ મંત્રીના વિવિધ લોકાર્પણ કાર્યક્રમો જેવા સરકારી કાર્યક્રમોમાં કુલ 5072 જેટલી બસોની વર્ધી પેટે જે ભાડાની રકમ 3.12 કરોડ રૂપિયા થઈ છે. આ રકમ રાજ્ય સરકાર અને કમલમ પાસેથી વસૂલવી જોઈએ કારણ કે માત્ર રાજકીય લાભ મેળવવા માટે થઈને આ બસો ભાડે લેવામાં આવી છે. પીએમ અને ગૃહ મંત્રીને વ્હાલા થવા માટે અન્ય માણસોની અવગણના કરવામાં આવે છે. રોડ પર દોડતી 80 ટકા એમટીએસ બસમાંથી 50 ટકા બસો સ્પેશિયલ વર્ધી માટે મૂકાતાં લોકોને મુશ્કેલી પડે છે.