Gold market: 18 કેરેટનું સોનું ખરીદવાનું લોકો કેમ પસંદ કરી રહ્યાં છે? જાણો કારણ

સાવરકુંડલા અને રાજકોટ શહેરમાં જ્વેલરીની શોપ ધરાવતા પરેશભાઈએ જણાવ્યું હતું કે, હાલ સમગ્ર ગુજરાતમાં અને અમરેલી જિલ્લામાં સોનાનો ભાવ ઘટી રહ્યો છે. જેથી મોટી સંખ્યામાં લોકો સોનાની ખરીદી કરી રહ્યા છે. ચાલુ વર્ષે મોટાભાગના લોકોએ લાઈટ વેટ જ્વેલરીની ખરીદી કરી છે. યુવા વર્ગમાં વધુ લાઈટ વેટ પહેરનાર વર્ગ જોવા મળ્યો છે.
અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં અનેક ગોલ્ડ જ્વેલરીના શોરૂમ આવ્યા છે અને આ શોરૂમમાં મોટાભાગના લોકો ગોલ્ડ ખરીદી કરે છે. ચાલુ વર્ષે 18 કેરેટ લાઈટ વેટ ગોલ્ડની ખરીદી યુવા વર્ગ કરી રહ્યા છે. 18 કેરેટ ગોલ્ડ 22 કેરેટ ગોલ્ડ કરતાં સસ્તુ હોય છે. જેથી મોટાભાગના લોકો 18 કેરેટ ગોલ્ડ ખરીદે છે.
દિવાળી તેમજ લગ્ન સિઝન ખૂબ જ નજીક છે. જેથી મોટાભાગના લોકો હાલ સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે, જેથી ખરીદી કરી રહ્યા છે. 22 કેરેટ અને 18 કેરેટમાં લોકો વધુ ખરીદી કરે છે. પહેલાના સમયમાં લોકો ત્રણ ગ્રામ થી ચાર ગ્રામ અથવા ત્રણ તોલા થી ચાર તોલાના આભૂષણો ઘરેણા પહેરતા હતા. હાલ યુવા વર્ગ એક તોલા સુધીના ઘરેણા પહેરે છે અને હાલ લાઈટ વેટ એટલે કે ઓછા વજન ધરાવતું સોનું પહેરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: 22 caret gold price, Amreli News, Buy gold, Gold, Local 18