web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

સુરતમાં એક તરફી પ્રેમમાં બે કિશોરો મોડી રાત્રે ઝઘડ્યા,ચાકુના 10 ઘા ઝિંકી દેતા એકની હાલત ગંભીર

0

13 વર્ષીય કિશોરે 12 વર્ષના કિશોર પર 10થી વધુ છરીના ઘા ઝીંક્યા

પાંડેસરા વિસ્તારમાં ગત મોડી રાત્રે બે કિશોરો વચ્ચે જાહેરમાં ઝઘડો થયો હતો

Updated: Oct 18th, 2023



સુરતઃ (Surat)ગુજરાતમાં પ્રેમ પ્રસંગમાં હત્યાના બનાવો સતત સામે આવી રહ્યાં છે.(love affair) ત્યારે રાજ્યમાં માત્ર કિશોર વયની ઉંમરના છોકરાઓ પ્રેમની બાબતે વધુ ઝનૂની બની રહ્યાં હોવાનું ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું છે. (pandesara police)સુરતના પાંડેસરામાં એક તરફી પ્રેમમાં પાગલ થયેલા એક 13 વર્ષના કિશોરે 12 વર્ષના કિશોર પર ચાકુથી હૂમલો કર્યો હતો. (killer game)10થી વધુ ચાકુના ઘા ઝિંકી દેતા ઈજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. (two teenager)ઈજાગ્રત કિશોરની હાલત વધુ ગંભીર હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. 

મોડી રાત્રે બે કિશોરો વચ્ચે જાહેરમાં ઝઘડો થયો હતો

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત મોડી રાત્રે બે કિશોરો વચ્ચે જાહેરમાં ઝઘડો થયો હતો. બંને કિશોરો એક જ છોકરીના પ્રેમમાં પાગલ થયા હતાં. જ્યાં એકે બીજાને કહ્યું હતું કે, મારી પ્રેમિકા સાથે વાત કેમ કરે છે અમારી વચ્ચે આવતો નહીં આટલું કહીને તે વધુ ઉશ્કેરાયો હતો અને એક ઝાટકે ચાકુના 10થી વધુ ઘા ઝિંકી દીધા હતાં. ભોગ બનનાર કિશોરની માતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, મારો દીકરો ઘરેથી કચરો ફેંકવા માટે નીકળ્યો હતો. ત્યાર બાદ તેને છરી મારી દેવામાં આવી છે. મને જાણ થતાં હું તાત્કાલિક તેની પાસે પહોંચી હતી અને દીકરો લોહીલૂહાણ હાલતમાં બેભાન થઈ ગયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ આવ્યા હતા.

પોલીસનો કાફલો મોડી રાત્રે ઘટના સ્થળે દોડી આવ્યો

આ ઘટનાની જાણ પાંડેસરા પોલીસને થતાં પોલીસનો કાફલો મોડી રાત્રે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસને કિશોર પર હૂમલો કરવા અંગેનું ચોંકાવનારુ કારણ જાણવા મળ્યું હતું. ભણવાની ઉંમરમાં બંને કિશોર ઘર નજીક રહેતી એક કિશોરીના પ્રેમ માટે ઝઘડ્યા હતા. જોકે કિશોરીને તો આ બાબતની કોઈ જાણ જ નથી. જોકે હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા પરિવારનું નિવેદન લઈ આગળની તપાસ હાથ ધરી છે. સુત્રો એવું જણાવી રહ્યાં છે કે, હૂમલો કરનાર કિશોર મુળ ઓરિસ્સાનો વતની છે. આ કિશોરનો 16 વર્ષનો ભાઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે. પાંડેસરા પોલીસ મથકે 16 વર્ષીય ભાઈ પર મારામારી સહિતના અન્ય ગુનાઓ દાખલ છે. 



Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW