સયાજીબાગમાં પોર્ક્યુપાઇન, સિવેટ કેટ અને સ્મોલ સિવેટ કેટના પીંજરા માટે રૂ.3.74 કરોડ ખર્ચાશે બનાવાશે : રૂ.75.16 લાખ વધુ ચૂકવાશે

Updated: Oct 18th, 2023
વડોદરા,તા.18 ઓક્ટોબર 2023,બુધવાર
વડોદરા મહાનગરપાલિકા હસ્તકના સયાજીબાગ ઝુમાં નોકટરનલ સેકશનના પોર્ક્યુપાઇન, સિવેટ કેટ અને સ્મોલ સિવેટ કેટ એનીમલના એન્કલોઝર વિકસાવવા માટે ઇજારદાર મે.હાલાર કન્સ્ટ્રકશનના નેટ અંદાજીત રકમથી 25.09 ટકા વધુ મુજબ રૂ.3,74,69,761નું ભાવપત્રક મંજુરી હેતુ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયું છે.
સયાજીબાગ ઝુના રી-ડેવેલોપમેન્ટની કામગીરીના ભાગરૂપે ફેઝ-2 માં ઝુ માં નોકટરનલ સેકશનના પોર્ક્યુપાઇન, સિવેટ કેટ અને સ્મોલ સિવેટ કેટ એમ કુલ ૦૩ (ત્રણ) પ્રાણીના એસ્ક્લોઝર વિકસાવવાના કામની સંપુર્ણ ડિઝાઇન સયાજીબાગ ઝુ શાખાના ઝુ ક્યુરેટરના સલાહ અને સુચન મુજબ સલાહકાર ગ્રીનપ્રો ઇન્ડિયા પ્રા.લી.ધ્વારા રૂ.2,99,53,044 નો અંદાજ (સિવિલ,ઇલેક્ટ્રીકલ અને હોર્ટીકલ્ચર) રજુ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરાતા બે ઇજારદારોએ રસ દાખવ્યો હતો. જેમાં ઈજારદાર મે.હાલાર કન્સ્ટ્રકશનનું ભાવપત્રક નેટ અંદાજીત રકમ રૂ.2,99,53,044 થી 27 ટકા વધુ મુજબ રૂ.3,80,40,366નું સૌથી ઓછા મુજબનું રહ્યુ હતું. ઇજારદારને ભાવ ઘટાડો કરવા જણાવતા ઇજારદાર દ્વારા ભાવ ઘટાડા બાદ તેઓનું ભાવપત્રક નેટ અંદાજીત રકમથી 25.09 ટકા વધુ મુજબ રૂ.3,74,69,761નું રજુ કરવામાં આવ્યું હતુ. આ કામનો ખર્ચ સ્વર્ણીમ-2 2020-21 ની ગ્રાન્ટ હેઠળ પાડવામાં આવશે. તો બીજી તરફ આ પ્રકારે અન્ય કેટલાક કામો પણ અંદાજ કરતા વધુ ભાવના રજૂ થયા હોય વિવાદ સર્જાયો છે.