વડોદરા : અમારા વિરોધ પોલીસમાં અરજી કેમ આપી તેમ કહી યુવકને ચાર શખ્સોએ ઢોર માર માર્યો

Updated: Oct 18th, 2023
– મકરપુરા વિસ્તારની પાર્વતી નગર સોસાયટીમાં રહેતા યુવકે હુમલાખોર સામે ફરીવાર ફરિયાદ નોધાવી
વડોદરા,તા.18 ઓક્ટોબર 2023,બુધવાર
વડોદરાના મકરપુરા વિસ્તારમાં અમારા વિરુદ્ધ પોલીસમાં અરજી કેમ આપી તેમ કહી યુવકને ચાર જેટલા શખ્સોએ ઢોર માર માર્યો હતો. ફરીવાર અમારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશું તેવી તમામે ધમકી આપી આપી હતી. ઈજાગ્રસ્ત યુવકે માર મારના તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી પાર્વતીનગર-2 મા રહેતા મુકેશ અરુણ સિંહાએ પોલીસ ફરીયાદ નોધાવી છે કે જી.આઈ.ડી.સીમા ગોહીલ એન્જીનીયરીંગ કંપનીમા લેથ મશીન ઉપર કામ કરીને મારુ જીવન ગુજરાન ચલાવુ છુ.ગઇ તા.16/10/2023 ના રોજ હું માણેજા ચોકીથી મારી અરજીનો જવાબ લખાવીને રાત્રીના સમયે આવ્યા બાદ મારા ઘરે હાજર હતો. તે દરમિયાન અમારી સોસાયટીમા રહેતા હરવીન્દર ઉર્ફે હપી રણજીતસિંહ સરદાર તથા તેના પિતા રણજીતસિંહ ગુરુદયાસિંહ સરદાર મારા દરવાજા પાસે આવ્યા હતા. ત્યારે હરવીન્દરે મને કહ્યુ કે તે કેમ અમારા વિરુધ્ધ અરજી આપી છે તેમા મારુ નામ કેમ લખ્યુ છે તેમ કહેતા મેં હરવીન્દરને કહ્યું હતું કે જે થશે તે કાલે થશે. આજે મારે તમારી સાથે કોઈ વાતચીત કરવી નથી. જેથી હરવીન્દર ઉશ્કેરાઈ ગયો હતો અને મને માર મારવા લાગ્યો હતો. ત્યારબાદ કેતન માળી તથા વિકી કનોજીયા અને રણજીતસિંહ સરદારે મને ગળદા પાટુનો માર માર્યો હતો તમામ લોકો મને બિભત્સ ગાળો બોલી કહેતા હતા કે હવે પછી તુ ફરીયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. મેં બૂમાબૂમ કરતા મારો ભત્રીજો ઉપેન્દ્ર તથા મારા ઘરની સામે રહેતા ધર્મેન્દ્ર ચૌવે આવી ગયા અને બચાવી લીધો હતો. યુવકને ફરિયાદના આધારે પોલીસે મા ર કરનાર તમામ સામે ગુનો દાખલ કર્યો છે.