વડોદરામાં માતા પિતા ગરબા જોવા ગયા અને કિશોરીએ ગળાફાંસો ખાધો

Updated: Oct 18th, 2023
image : Freepik
વડોદરા,તા.18 ઓક્ટોબર 2023,બુધવાર
વડોદરાના શહેરના અકોટા વિસ્તારના ફિરોઝ એપાર્ટમેન્ટમાં રહેતી 13 વર્ષીય કિશોરીએ અજાણ્યા કારણોસર ગળાફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું.
મળતી માહિતી અનુસાર શહેરના અકોટા વિસ્તારની વિનાયક સોસાયટી નજીક આવેલા ફિરોઝ એપાર્ટમેન્ટના સર્વન્ટ ક્વાર્ટર્સમાં રહેતા કિરણ સોલંકી (મૂળ રહે પંચમહાલ જીલ્લો હાલોલ) સંતાનમાં એક દીકરો નાનો અને બીજી મોટી 13 વર્ષીય દીકરી ચેતનાબેન અને પત્ની સાથે રહે છે. ચેતના અકોટાની સ્કૂલમાં ધોરણ 8માં ભણે છે. ગતરોજ રાત્રે 9:30 વાગ્યે ચેતનાના મમ્મી પપ્પા અને ભાઈ ગરબા જોવા માટે ઘરેથી નીકળ્યા હતા. ચેતના કોઈ કારણસર ગરબા રમવા ગઈ ન અને ઘરે એકલી હતી. તે દરમિયાન અજાણ્યા કારણોસર ગળાફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. તેની જાણ તેના મમ્મી પપ્પાને થતા માથે આભ તૂટી પડ્યાનો અનુભવ કર્યો હતો. એપાર્ટમેન્ટમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ કોઈ ચિઠ્ઠી કે કશું મળ્યું નથી. કયા કારણસર અંતિમ પગલું ભર્યું તેની તપાસ ચાલી રહી છે.