જામનગરમાં લાલપુર બાયપાસ નજીક ચાલુ સ્કૂટરમાં આગ લાગતાં ફાયરે દોડી જઈ આગ બુજાવી: ચાલકનો બચાવ

Updated: Oct 18th, 2023
જામનગર,તા.18 ઓક્ટોબર 2023,બુધવાર
જામનગરમાં લાલપુર બાયપાસ ચોકડી નજીક દરેડ વિસ્તારમાં આજે સવારે એક સ્કૂટર પર પસાર થઈ રહેલા યુવાનના એકટીવામાં અચાન શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી ગઈ હતી. જેથી તે પોતાનું વાહન છોડીને દૂર ખસી ગયો હતો, અને સ્કૂટર સળગવા લાગ્યું હતું.
જે અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયરની ટીમે દોડી જઇ આગ બુઝાવી લીધી હતી. સદભાગ્યે સ્કૂટર ચાલકનો બચાવ થયો છે.