જામનગરમાં નૂરી ચોકડી નજીક ખટારાએ વૃદ્ધ મહિલાને ચગદી નાખતાં ઘટના સ્થળેજ કમકમાટીભર્યું મોત

Updated: Oct 18th, 2023
જામનગર,તા.18 ઓક્ટોબર 2023,બુધવાર
જામનગર શહેરના નૂરી ચોકડી નજીક આજે સવારે એક ટ્રકના ચાલકે વૃદ્ધ મહિલાને હડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજયું હતું. અને બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.
આ અકસ્માતના બનાવની મળતી માહિતી મુજબ શહેરના નુરી ચોકડી નજીક ઝુંપડુ બાંધીને રહેતા હુરબાઇ જુસબભાઇ રાઠોડ નામના 65 વર્ષીય વૃદ્ધા આજે સવારે ચા પીવા માટે જતા હતા ત્યારે રોંગ સાઇડમાં પુરઝડપે આવી રહેલા ટ્રક રજી. નં. જીજે-10-ટીવાય-5496 ના ચાલકે બેદરકારી પૂર્વક ચલાવી તેમને ઠોકર મારતાં ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતું,
આ બનાવની જાણ થતાં જ 108 ની ટીમ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વૃદ્ધાના 4 મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. અકસ્માત સર્જી નાસી છૂટનાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.