હેં…! પુરુષને થયું બ્રેસ્ટ કેન્સર, આ વાતને અવગણશો તો તમે પણ થઈ જશો શિકાર

ફ્લોરિડાના 43 વર્ષીય ઝેક યારબ્રો (Zac Yarbrough) પાંચ વર્ષ પહેલા તેના બે બાળકો સાથે પૂલમાં સ્વિમિંગ કરી રહ્યા હતા ત્યારે તેને ડાબા સ્તનના નિપલની નીચે ગાંઠ જેવું લાગ્યુ હતું. તેણે વિચાર્યું કે તેને ઈજા થઈ હશે અને તેણે તેની અવગણના કરી. વિશ્વભરમાં પ્રવાસ કર્યો. પરંતુ એક વર્ષમાં આ ગાંઠ ગોલ્ફ બોલ જેટલી મોટી થઈ ગઈ. ત્યારબાદ જેક ચિંતિત થઈ ગયો અને દવાખાને દોડી ગયો. જ્યારે ડૉક્ટરે મેમોગ્રામ કરાવ્યો, ત્યારે પરિણામો ડરામણા હતા. જેકને બ્રેસ્ટ કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું. તે સ્ટેજ 4 પર પણ પહોંચી ગયું હતું અને કેન્સર તેના લિમ્ફ નોડ્સ-ફેફસા સુધી ફેલાઈ ગયું હતું. ડૉક્ટરોએ તુરંત રેડિયલ માસ્ટેક્ટોમી કરી અને તેના સ્તનોની આસપાસના સ્નાયુઓ અને લિમ્ફ નોડ્સને દૂર કરી. ત્યારબાદ કીમોથેરાપીના 12 રાઉન્ડ અને 36થી વધુ રેડિયેશન ટ્રીટમેન્ટ હતી. તે હજુ પણ આ રોગ સામે લડી રહ્યો છે અને હવે દર ત્રણ અઠવાડિયે એકવાર કીમો કરાવે છે અને ઘણી દવાઓ લે છે.
આ પણ વાંચોઃ
જાણકારી ન હોવું સૌથી મુશ્કેલ
ઈન્સાઈડર સાથે વાત કરતા જેકએ કહ્યું કે, સૌથી મુશ્કેલ સમય એ હતો કે હું બીમારી સાથે ફરતો રહ્યો. સંકેત મળ્યા પછી તેણે મહિનાઓ સુધી ડૉક્ટરોને તપાસ કરવવાનું ટાળતો રહ્યો. મારા જેવા ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે સ્તન કેન્સર પુરુષોમાં પણ થઈ શકે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તે ખૂબ જ ઝડપથી ફેલાય છે. અમેરિકામાં હવે આ સામાન્ય બાબત બની રહી છે. અમેરિકન કેન્સર સોસાયટીનો અંદાજ છે કે 2023માં આવા 2800થી વધુ કેસ નોંધાશે. એટલું જ નહીં, સ્તન કેન્સરથી 530 પુરૂષોના મૃત્યુ થવાની આશંકા છે. જ્યારે આપણે મહિલાઓ પર નજર કરીએ તો દર વર્ષે 3,00,000 મહિલાઓને સ્તન કેન્સર થાય છે અને 43,000 થી વધુ મૃત્યુ પામે છે.
આ પણ વાંચોઃ ધૂમ મચાલે…! દુનિયાનો એવો દેશ જ્યાં નથી એકપણ ટ્રાફિક સિગ્નલ
બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ પામી રહ્યા છે પુરુષો
અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર, જો જલ્દી તેની વિશે જાણ થઈ જાય તો, કેન્સરના 99 ટકા દર્દીઓની સારવાર કરી શકાય છે અને પાંચ વર્ષ સુધી જીવિત રાખી શકાય છે. પરંતુ એકવાર તે ફેલાઈ જાય તો બચવાની શક્યતા માત્ર 40 ટકા જ રહે છે. ખાસ કરીને પુરુષોમાં, કારણ કે તેઓ તેને ઝડપથી ઓળખી શકતા નથી અને તેને નાની ઈજા સમજીને અવગણના કરે છે. તેથી જ સ્ત્રીઓ કરતાં પુરુષો સ્તન કેન્સરથી વધુ મૃત્યુ પામે છે. જ્યારે 86.4 ટકા બચી જાય છે, ત્યારે સ્તન કેન્સરથી પીડિત પુરુષોમાંથી માત્ર 77.6 ટકા જ જીવિત રહે છે. આવું હોવા છતાં, પુરુષો માટે કોઈ સ્ક્રીનીંગ માર્ગદર્શિકા નથી.
આ પણ વાંચોઃ ફક્ત ચોપડ્યું જ્ઞાન નહીં અહીં નાનપણથી જ મળે છે લશ્કરી ટ્રેનિંગ! જાણો કેવી રીતે ભણે છે ઇઝરાયેલના બાળકો
બ્રેસ્ટ કેન્સરથી કેવી રીતે બચવું?
ડોકટરોના જણાવ્યા મુજબ, જો તમારા સ્તનની આસપાસ કોઈપણ પ્રકારનો સોજો અથવા ગાંઠ દેખાય છે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. તેને ઈજા સમજીને બેદરકાર ન બનો. જો સ્તનના નીપલમાંથી કોઈપણ પ્રકારનું પ્રવાહી નીકળતું હોય, સ્તનની ચામડી લાલ થઈ રહી હોય અથવા સ્તનની ચામડી પર બળતરા થતી હોય તો આ સ્તન કેન્સરના ગંભીર સંકેતો છે. જે લોકોના પરિવારમાં કેન્સર થયું હોય તેવા લોકોએ જરા પણ બેદરકાર ન રહેવું જોઈએ. ડૉક્ટરની મદદ લો અને તરત જ મેમોગ્રામ કરાવો. લીવરની બીમારીથી પીડિત પુરુષોને પણ સ્તન કેન્સરનું જોખમ રહેલું છે. તેનાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે દારૂનું સેવન ઓછું કરવું. તમારું વજન નિયંત્રણમાં રાખો અને યોગ-પ્રાણાયામ કરતા રહો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Breast cancer, Cancer