web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

વધુ નાણાં કમાવાની લાલચે IOCLના કર્મીએ રૂ.1.63 લાખથી વધુ ગુમાવ્યા

0

                                                           Image Source: Freepik

વડોદરા, તા. 17 ઓક્ટોબર 2023 મંગળવાર

દિન પ્રતિ દિન સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા હોવા છતાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે કહેવત અનુસાર આઇઓસીએલના આસિસ્ટન્ટે ઓનલાઇન પ્રતિદિન 200 કમાવવા જતા ભેજાબાજ ગઠીયાએ સંબંધ કેળવીને સમયાંતરે કુલ મળીને રૂ. ૧.૬૩ લાખથી વધુ ની રોકડ બેંક ખાતામાંથી ગુમાવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ શાખાને મળતા પોલીસે તપાસ આદરી છે. જવાહર નગર ગુજરાત રિફાઇનરી ટાઉનશીપમાં રહેતા અને આઇઓસીએલમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા શાલીન મદનલાલ છાજેર (૨૯)ના મોબાઈલ ટેલિગ્રામ આઈડી પર અજાણી વ્યક્તિના ટેલિગ્રામ પાર્ટ ટાઈમ જોબ માટે આવ્યો હતો. 

આ અંગે યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી પ્રતિદિન ૧૫૦૦થી ૩૫૦૦ની કમાણીની લાલચ આપવામાં આવી હતી.આ લાલચમાં ફસાયેલા આઇઓસીએલના આસિસ્ટન્ટએ પોતાની સંમતિ દર્શાવી હતી.ત્યારબાદ સમયાંતરે આ યુવકને રૂપિયા 50 લેખે કુલ રૂપિયા ૧૫૦નું કરીને ભેજબાજે જાળ બિછાવી હતી.ત્યારબાદ જુદા જુદા એકાઉન્ટ પરથી આવેલી હકીકતોના આધારે હવેલી લીંક પર રજીસ્ટ્રેશન કરવા સામા છેડેથી જણાવ્યું હતું.

રોજના 25 જેટલા ટાસ્ક કરવાના રહેશે તેમ જણાવીને પ્રતિ દિન રૂપિયા ૧૫૦૦થી ૩૦૦૦ મળશે એવી ખાતરી આપવામાં આવી હતી. તબક્કે રોજ ચાર ગ્રુપ youtube પર આવતા હતા. પરિણામે શરૂઆતમાં મને રોજિંદા રૂપિયા 200 ની આવક થતી હતી.પરંતુ કેટલાક દિવસો બાદ મારા બેન્ક એકાઉન્ટ માંથી સમયાંતરે થોડા થોડા મળીને કુલ રૂપિયા ૧.૬૩ લાખથી વધુ મારા ખાતામાંથી ક્યાં ચાઉ થઈ ગયા હોવાની ફરિયાદ યુવકે સાઇબર પોલીસ મથકે નોંધાવી છે.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW