વડોદરા: ઈ સિગરેટ અને હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટનો જથ્થો અમર પાનમાંથી ઝડપાયો

Updated: Oct 17th, 2023
Image Source: Freepik
વડોદરા, તા. 17 ઓક્ટોબર 2023, મંગળવાર
વડોદરા શહેરને નશામુક્ત કરવા સારૂ અને હાલમાં ચાલતા નવરાત્રીના તહેવાર અનુસંધાને શહેર વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડકટસના વિક્રેતાઓ દ્વારા ઇ.સીગરેટ, હેલ્થ વોર્નીંગ વિનાની સીગરેટ તથા ઈ-હુક્કાનુ વેચાણ કરતા છૂટક તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવેલ હતી. જે અંતર્ગત એસ.ઓ.જી. પો.ઇન્સ. વિ.એસ. પટેલ અને સ્ટાફના અધિકારી/ કર્મચારીઓ બંદોબસ્તમાં હતા ત્યારે એસ.ઓ.જી.ના સ્ટાફને બાતમી મળેલ કે, વિન્ડસર પ્લાઝા કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં આવેલ “અમર પાન” નામની દુકાનમાં હેલ્થ વોર્નીંગ વિનાની સીગરેટ તેમજ બિન અધિક્રુત સિગરેટની બનાવટોનું વેચાણ કરાઈ રહ્યું છે. જે બાતમીના આધારે “અમર પાન” દુકાનમાં ચેકીંગ કરતા દુકાનમાં કાપડના થેલામાં રાખેલી જુદી-જુદી બનાવટની નિયમ મુજબની હેલ્થ વોર્નીંગ વગરની વિદેશી સીગારેટોના પેકેટો મળી આવેલ હતા. જે પ્રતિબંધિત સીગારેટોના પેકેટ હોય જેમાં નિયમ મુજબ હેલ્થ વોર્નીંગ વગરની વેચાણ અર્થે પોતાના કબજામાં રાખવા બાબતેનુ પાસ પરમીટ માંગતા તે પોતાની પાસે નહી હોવાનુ જણાવતા જગ્યાએ હાજર મળી આવેલ ઇસમ વિરૂધ્ધમા ધ સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ 2003ની કલમ મુજબનો ગુનો ગોત્રી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી દેવાનંદ રમેશભાઇ કોટવાણી, (રહે. આકાશ ગંગા હાઉસીંગ સોસાયટી, આકાશવાણીની પાછળ, મકરપુરા રોડ) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપી પાસેથી
જેના ઉપર ચિત્રાત્મક આરોગ્ય વિષયક ચેતવણી વગરના અલગ-અલગ કંપનીના કુલ પેકેટ નંગ-202, કિ.રૂ.37,620/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.