web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

ફક્ત ચોપડ્યું જ્ઞાન નહીં અહીં નાનપણથી જ મળે છે લશ્કરી ટ્રેનિંગ! જાણો કેવી રીતે ભણે છે ઇઝરાયેલના બાળકો

0

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ બાદ આ દેશ ખૂબ જ ચર્ચામાં છે. તેની વિશેષતાની વાત કરીએ તો એજ્યુકેશન સિસ્ટમનું નામ પણ સામે આવે છે. અન્ય દેશોની સરખામણીમાં અહીંની શિક્ષણ વ્યવસ્થા ઘણી સારી અને અદ્યતન છે. અહીં અભ્યાસની પદ્ધતિઓ આજના જમાના પ્રમાણે છે અને માત્ર પુસ્તકીય જ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે પ્રેક્ટિકલ તાલીમ પર ઘણો ભાર આપવામાં આવે છે. આ સાથે યુવાનોને નાની ઉંમરથી જ લશ્કરી તાલીમ પણ આપવામાં આવે છે.

કેવી છે શિક્ષણ વ્યવસ્થા?

ઇઝરાયેલની નેશનલ એજ્યુકેશન સિસ્ટમ મુખ્ય રુપે પાંચ લેવલમાં વહેંચવામાં આવે છે. પ્રી-પ્રાઇમરી, પ્રાઇમરી, સેકન્ડરી, પોસ્ટ સેકન્ડરી અને હાયર એજ્યુકેશન. પ્રાથમિક શિક્ષણ ધોરણ 1 થી 6 સુધીનું છે. લોઅર સેકન્ડરી એજ્યુકેશન ધોરણ 7 થી 9 સુધીનું છે અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ધોરણ 10 થી 12 સુધીનું છે. અહીં, કિન્ડરગાર્ડનથી લઈને દસમાં ધોરણ સુધી કમ્પલસરી એટલે કે તમામ લોકોને સ્કૂલે જવું ફરજીયાત હોય છે.

આ પણ વાંચોઃ પિસ્તોલ અને રિવોલ્વરમાં વચ્ચે શું છે અંતર? 90 ટકા લોકો નથી જાણતા જવાબ

આ મહિનેથી શરુ થાય છે શાળાનું વાર્ષિક વર્ષ

અહીં શાળા વર્ષ 1લી સપ્ટેમ્બરથી શરૂ થાય છે અને જો તે શનિવાર હોય તો તે 2જી સપ્ટેમ્બરથી શરૂ થાય છે. અહીં રવિવારથી અઠવાડિયાની શરૂઆત થાય છે. બાળકો માટેની શાળાઓ 30મી જૂને સમાપ્ત થાય છે. અહીં ચાર પ્રકારની શાળાઓ છે – સ્ટેટ સ્કૂલ, સ્ટેટ સ્કૂલ (રિલીજીયસ), રબ, ડ્રુઝ સ્કૂલ, પ્રાઈવેટ સ્કૂલ અને નોવેલ સ્કૂલ.

આ પણ વાંચોઃ ટચૂકડો દેશ! આ દેશના લોકો કરતાં વધારે તો અમદાવાદમાં ગરબી થાય છે

ઇઝરાયેલી મેટ્રિક્યુલેશન પરીક્ષાને બ્રગુટ કહેવામાં આવે છે અને ઓછામાં ઓછું તેને પાસ કરીને બાદમાં આર્મી સાથે જોડાઈ શકાય છે. અહીં શરુઆતી શિક્ષા ફ્રીમાં મળે છે.

લશ્કરી તાલીમ જરૂરી છે

અહીંના યુવાનો માટે લશ્કરી તાલીમ જરૂરી છે. 18 વર્ષની ઉંમર પછી તેઓ સૈન્યમાં જોડાઈ શકે છે અને જેઓ તેમાં જોડાવા માંગતા નથી તેઓએ પણ થોડા દિવસો માટે આ વિશે શીખવું પડશે. અહીંની શિક્ષણ વ્યવસ્થામાં મહિલાઓ માટે 24 મહિના એટલે કે બે વર્ષની સૈન્ય તાલીમ અને 36 મહિના એટલે કે પુરુષો માટે 3 વર્ષની લશ્કરી તાલીમ જરૂરી છે. તેઓ ઇઝરાયેલ સંરક્ષણ દળમાં જોડાય છે.

First published:

Tags: Ajab Gajab, Israel, Israel Hamas conflict

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW