ધૂમ મચાલે…! દુનિયાનો એવો દેશ જ્યાં નથી એકપણ ટ્રાફિક લાઈટ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Quora પર, સામાન્ય લોકો વારંવાર તેમના પ્રશ્નો પૂછે છે અને સામાન્ય લોકો જ તેનો જવાબ પણ આપે છે. થોડા વર્ષો પહેલા કોઈએ Quora પર એક પ્રશ્ન પૂછ્યો – “કયા દેશમાં ટ્રાફિક લાઇટ નથી?” આ પ્રશ્ન રસપ્રદ હતો તેથી લોકોએ પણ ઉત્સાહભેર તેના જવાબો આપ્યા. ચાલો તમને જણાવીએ કે લોકોએ તેના વિશે શું જવાબો આપ્યા છે. જુનૈદ અંશદ નામના વ્યક્તિએ કહ્યું- ભૂતાનમાં ટ્રાફિક લાઇટ નથી. તેમની રાજધાની થિમ્પુમાં પણ ટ્રાફિક લાઇટ નથી. તેઓ મેન્યુઅલ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમમાં માને છે. સેમ્યુઅલ ન્યૂટન નામના વ્યક્તિએ કહ્યું- આઈસલેન્ડ, મંગોલિયા, ભૂતાન, ગિબરાલ્ટર જેવા ઘણા દેશો છે જ્યાં ટ્રાફિક લાઈટ્સ નથી. આયુષ્માન નામના વ્યક્તિએ કહ્યું- ભૂતાનમાં એક પણ ટ્રાફિક લાઇટ નથી.
આ પણ વાંચોઃ ફક્ત ચોપડ્યું જ્ઞાન નહીં અહીં નાનપણથી જ મળે છે લશ્કરી ટ્રેનિંગ! જાણો કેવી રીતે ભણે છે ઇઝરાયેલના બાળકો
સોશિયલ મીડિયા પર લોકોએ શું જવાબ આપ્યા?
જો કે, એવા ઘણા લોકો છે જેઓ અન્ય જવાબોથી સંતુષ્ટ નથી. ચૈતન્ય નામના વ્યક્તિએ કહ્યું- દુનિયામાં એવો કોઈ દેશ નથી જ્યાં એક પણ ટ્રાફિક લાઇટ ન હોય. તેઓ ટ્રાફિક લાઇટનું સ્થાન બદલતા રહે છે. રાકેશ પટેલે જણાવ્યું હતું કે, ભુતાનમાં ટ્રાફિક લાઇટો નથી, પરંતુ ત્યાં લાઇટ લગાવી તેને સંપૂર્ણપણે માનવરહિત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ પિસ્તોલ અને રિવોલ્વરમાં વચ્ચે શું છે અંતર? 90 ટકા લોકો નથી જાણતા જવાબ
શું કહે છે અન્ય સોર્સ?
આ તો છે લોકોના જવાબો, હવે અમે તમને વિશ્વસનીય સૂત્રો દ્વારા જણાવીએ કે આ દાવાની હકીકત શું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ભૂતાનમાં એક પણ ટ્રાફિક લાઈટ નથી. શોર્ટપીડિયા વેબસાઈટના એક રિપોર્ટમાં પણ આ જ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વિશ્વમાં ભૂતાન એકમાત્ર એવો દેશ છે જ્યાં ટ્રાફિક લાઇટ નથી. બીબીસીના અહેવાલ મુજબ, ભૂતાનની રાજધાની થિમ્પુમાં દેશની એકમાત્ર ટ્રાફિક લાઇટ હતી, જે માત્ર 24 કલાક માટે જ હાજર હતી. તેને ટૂંક સમયમાં દૂર કરવામાં આવી બતી. અહીં પોલીસકર્મીઓ ટ્રાફિકનું સંચાલન કરે છે, જેના કારણે રસ્તાઓ પર વાહનો સરળતાથી અવરજવર કરે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab