ટચૂકડો દેશ! આ દેશના લોકો કરતાં વધારે તો અમદાવાદમાં ગરબી થાય છે

ધ સનની રિપોર્ટ અનુસાર, આ નાનકડા દેશનું નામ સેબોર્ગો છે, જેનું ક્ષેત્રફળ એટલું છે, જેટલામાં એક ગામ પણ સરખી રીતે વસી નહીં શકે. જોકે, પાછલા 1000 વર્ષથી તેને આઝાદ દેશનો દરજ્જો મળેલો છે. આ નાનકડું છે, તેનો જરાય અર્થ નથી કે અગીં આવવા માટે તમારે પાસપોર્ટની જરુર નહીં પડે. તેના માટે તમારે કાયદાકીય રીતે સીમાઓ નક્કી છે અને પાસપોર્ટ લઈને જ એન્ટ્રી મળે છે.
આ પણ વાંચોઃ રિઝ્યૂમે અને CV વચ્ચે શું અંતર હોય છે? જો આ ભૂલ કરી તો નોકરી ગઈ સમજો
નાનકડો પરંતુ આઝાદ દેશ છે…
આ દેશને 1000 વર્ષ પહેલા જ આઝાદી મળી હતી અને પોપએ માલિકને પ્રિન્સ ઘોષિત કર્યો છે. વર્ષ 1719માં સેબોર્ગા વેચાઈ ગયું પરંતુ તેનો માઇક્રોનેશનનો દરજ્જો કાયમ રહ્યો. જ્યારે 1800માં ઈટલીનું એકીકરણ થયું તો લોકો આ ગામને ભૂલી ગયાં. 1960માં અહીં સ્થાનીય નિવાસીને જ્યારે જાણકારી મળી કે સેબોર્ગોની રાજાશાહી ઔપચારિક રીતે ખતમ નથી થઈ તો તેણે ખુદને પ્રિન્સ જિયોર્જીયો 1 ઘોષિત કરી દીધો. આગલા 40 વર્ષમાં તેને અહીંનું સંવિધાન, ચલણ, સ્ટેમ્પ અને નેશનલ હૉલીડે પણ બનાવી દીધો. 320 લોકોવાળા આ દેશનો બીજો રાજા પ્રિન્સ માર્સેલો બન્યો.
આ પણ વાંચોઃ જો આ રીતે સિક્કો ઉછાળતો જ સમજી લો બાજી તમે જીતી ગયાં! અહીં જાણો સરળ ટ્રિક
297 લોકો પર રાજ કરે છે રાજકુમારી
આ સમયે સેબોર્ગોની રાજકુમારી પ્રિન્સેસ નીના છે, જેને વર્ષ 2019માં પસંદ કરવામાં આવી હતી. The World is One Newsના ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે, રાજકુમારી બનવા વિશે તેણે વિચાર્યુ નહતું. અહીંની મુદ્રા Seborga luigino છે. જે $6 એટલે કે 499 રુપિયા બરાબર છે. અહીં અમુક સહેલાણીઓ ફરવા પણ આવે છે કારણકે, અહીં જૂના સુંદર ઘર અને રેસ્ટોરેન્ટ છે. લોકોને આ ટાઈમ ટ્રાવેલ જેવું લાગે છે અને તેને જોવા માટે આવે છે. આ ગામની જનસંખ્યા 297 છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Country