જોડિયા તાલુકાના બાલાચડી ગામનો કરૂણાંજનક કિસ્સો: પિતાના મૃત્યુથી વ્યથિત થયેલી પુત્રીએ આયખું ટુંકાવ્યું

Updated: Oct 17th, 2023
Image Source: Twitter
જામનગર, તા. 15 ઓક્ટોબર 2023, રવિવાર
જોડિયા તાલુકાના બાલાચડી ગામમાં એક પરપ્રાંતિય યુવતીએ પોતાના પિતાના મૃત્યુથી વ્યથિત થઈ આપઘાત કરી લેતાં ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે, બાલાચડી ગામના રડાર સ્ટેશનના સ્ટાફ કવાર્ટરમાં રહેતા આર. સેલ્વારાની ઓમ પ્રકાશ મુતુ નામની 29 વર્ષિય મહિલાના પિતાનું છ માસ પૂર્વે તેમના તામિલનાડુ વતનમાં મૃત્યુ થતાં પિતાના મૃત્યુથી ગુમસુમ રહેતી હતી.
દરમિયાન ગત તા. 16.10.2023 ના રોજ બપોરના 12:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે પંખામાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લેતાં તેણીના પતિ ઓમપ્રકાશ મુતુએ જોડિયા પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.