છાણી સપ્તપદી પાર્ટી પ્લોટ પાછળ એક કિલોમીટર સુધીના ગેરકાયદે દબાણનો સફાયો

Updated: Oct 17th, 2023
Image Source: Facebook
વડોદરા, તા. 17 ઓક્ટોબર 2023 મંગળવાર
વડોદરા શહેરમાં ચારે બાજુએ છેવાડાના રોડ રસ્તાઓ સહિત આંતરિક રસ્તાઓ પર આડેધડ ગેરકાયદે બાંધકામોથી દબાણ દબાણ કરનારાઓ ઠેર ઠેર દબાણ કરી રહ્યા છે ત્યારે છાણી વિસ્તારની ટાઉન પ્લાનિંગ સ્કીમ ૪૮ સપ્તપદી પાર્ટી પ્લોટ પાછળ મીટર તથા ૧૨ મીટર રસ્તા પૈકીના દબાણો ઝાડી ઝાંખરા, કેટલાય વખતથી ધમધમતી કેન્ટીન, ખેતરોને બાંધેલી ફેન્સીંગ વાડ સહિતના દબાણો મળીને એક કિલોમીટર જેટલા રસ્તા પરના ગેરકાયદે દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે સ્થાનિક રહીશો અને દબાણ શાખાની ટીમના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
ટાઉન પ્લાનિંગના વિભાગ દ્વારા રસ્તો ખુલ્લો કરવાની કામગીરીના ભાગરૂપે છાણી વિસ્તારના આ ગેરકાયદે દબાણો અંદાજિત એક કિલોમીટર જેટલા વિસ્તારમાંથી છાણી પોલીસના સહકારથી વહેલી સવારથી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો અને આ દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો.