આલે લે! ગરબે રમવા આવી ગાય, વીડિયો થયો વાયરલ

નવરાત્રિમાં ખેલૈયાઓની સાથે ગાય પણ ગરબા રમતી જોવા મળી. દ્વારકા જિલ્લામાં આવો જ એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં શેરી ગરબામાં એક ગાય પણ ગરબે ઘુમતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ પાછળ સાઉન્ડ સિસ્ટમ છે અને ગરબાના તાલે ગાય પણ ઝુમી રહી છે. આ વીડિયો દ્વારકાના કલ્યાણપુરનો હોવાની ચર્ચા છે. જો કે, વાયરલ વીડિયો અંગે ન્યૂઝ 18 કોઈ પુષ્ટી કરતુ નથી. એક તરફ નવલા નોરતાની મોસમ જામી છે ત્યારે બીજી તરફ ગરબે રમતી ગાયનો વીડિયો વાયરલ થતાં લોકોમાં પણ કૌતુક જોવા મળ્યું હતું.