અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર અચાનક ભેખડ ધસી પડી, બાળકીનું દટાઈ જતાં મોત

એક મજૂરને ઈજા થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
Updated: Oct 17th, 2023
અમદાવાદઃ (Ahmedabad)શહેરના આંબાવાડી વિસ્તારમાં કન્સ્ટ્રક્શનની સાઈટ પર દુર્ઘટના ઘટી હોવાની વિગતો સામે આવી છે. (Construction site)શહેરના આંબાવાડી વિસ્તારમાં ચાલી રહેલી સાઈટ પર અચાનક ભેખડ ધસી પડતાં બાળકી અને શ્રમિક દટાયા હતાં. (Police)આ ઘટના બનતાં જ અન્ય શ્રમિકો બાળકી અને મજૂરને બચાવવા માટે દોડી આવ્યા હતાં. પરંતુ ભેખડમાં દટાયેલી બાળકીનું મોત નિપજ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે ઘટનાં સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં સી.એન. વિદ્યાલય રોડ પર આવેલ કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ ચાલી રહ્યું છે. ત્યારે ઘટનાં બનતા અન્ય મજૂરો દ્વારા તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી બાળકીને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે ભેખડમાં દટાયેલ બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે એક મજૂર ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. કન્સ્ટ્રક્શન સાઈટ પર બેઝમેન્ટમાં પાર્કિગનું કામ ચાલી રહ્યું હતું. તે દરમ્યાન અચાનક માટીનો ભાગ ધરાશાયી થતા મજૂર દટાયા હતા. આ ઘટનાની જાણ એલીસબ્રિજ પોલીસને થતા પોલીસે ઘટનાં સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.