શું પાણી પણ એક્સપાયર થઈ શકે? જાણો કેમ વૉટર બોટલ પર લખવામાં આવે છે એક્સપાયરી ડેટ

પરંતુ, લોકોના મનમાં પાણીને લઈને હંમેશા એવો સવાલ ઉઠે છે કે શું બીજી બધી વસ્તુઓની જેમ પાણી પણ એક્સપાયર થઈ શકે છે? ચાલો, જાણીએ આ સવાલનો શું છે સાચો જવાબ.
આ પણ વાંચોઃ જો ચાલુ વિમાનમાં ઈંધણ ખતમ થઈ જાય તો? જ્યારે બની આ ઘટના તો…
પાણીની બોટલ પર એક્સપાયરી ડેટ
તમે હંમેશા આવતા-જતાં રસ્તા પર દુકાનોમાં ટ્રેનમાં દરેક જગ્યાએ પાણીનું વેચાણ થતાં જોયું હશે. હવે તો પાણીની બોટલ બનાવનારી કંપનીઓ માર્કેટમાં આવી ગઈ છે. માર્કેટમાં વિવિધ પ્રકારની પાણીની બોટલ હોય છે. જેના પર એક્સપાયરી ડેટ લખેલી જોવા મળે છે. જેને જોઈને ઘણીવાર લોકો વિચારે છે કે, શું ખરેખર પાણીની એક્સપાયરી ડેટ હોય છે?
આ પણ વાંચોઃ આ છે દુનિયાનું સૌથી અજીબો ગરીબ લાકડું, પાણીમાં નાંખતા જ થાય છે ચમત્કાર!
પાણી નથી થતું એક્સપાયર
સંશોધનકાર અનુસાર, પાણીની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી, એટલે કે પાણી ક્યારેય એક્સપાયર નથી થતું. તે અશુદ્ધ થઈ શકે છે પરંતુ, એક્સપાયર નથી થતું. પાણીના અશુદ્ધ થયા બાદ તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. તેને ફિલ્ટર કરીને આપણે તેનો ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ.
આ કારણે લખવામાં આવે છે એક્સપાયરી ડેટ
રિસર્ચર અનુસાર, પાણીની બોટલ પર એક્સપાયરી ડેટ લખવામાં આવે છે. તે પાણીની નહીં પરંતુ બોટલની એક્સપાયરી ડેટ હોય છે. કારણકે, જે બોટલમાં પાણી ભરવામાં આવે છે. તે બોટલને અલગ-અલગ મટિરિયલથી બનાવવામાં આવે છે. જે ધીરે-ધીરે ખરાબ થઈને પાણીની અંદર ઓગળવા લાગે છે. જ્યારબાદ પાણી અશુદ્ધ થઈ શકે છે. તેથી આ બોટલ ઉપર એક્સપાયરી ડેટ લખવામાં આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, પાણી