રિઝ્યૂમે અને CV વચ્ચે શું અંતર હોય છે? જો આ ભૂલ કરી તો નોકરી ગઈ સમજો

શું છે તફાવત?
સીવી, બાયોડેટા અને રેઝ્યુમે, ત્રણેયનો ઉપયોગ નોકરી માટે થાય છે. આજે આપણે જાણીએ કે તેમની વચ્ચે શું તફાવત છે. CV એ એક વિગતવાર દસ્તાવેજ છે જે વ્યક્તિની અચિવમેન્ટ, એક્સપીરિયન્સ, રિસર્ચ વગેરે વિશે ખુલીને વાત કરે છે અને સામાન્ય રીતે તે લાંબો હોય છે.
આ પણ વાંચોઃ જો આ રીતે સિક્કો ઉછાળતો જ સમજી લો બાજી તમે જીતી ગયાં! અહીં જાણો સરળ ટ્રિક
રેઝ્યૂમે એક નાનો દસ્તાવેજ છે જે તમારી શૈક્ષણિક લાયકાત અને અન્ય તમામ વિગતોને ઓછા શબ્દોમાં સ્પષ્ટ રીતે સમજાવે છે. જેમાં, ઉમેદવારની સૌથી મહત્વપૂર્ણ બાબતો પ્રકાશિત કરવામાં આવી છે. ત્રીજો વિકલ્પ બાયોડેટા છે. આ એક વિગતવાર દસ્તાવેજ છે જેમાં તમારી કારકિર્દી સંબંધિત સિદ્ધિઓ સાથે તમારી ઘણી બધી અંગત માહિતી શામેલ છે. જેમ કે ઉંમર, લિંગ, વૈવાહિક સ્થિતિ, ધર્મ, શોખ વગેરે. તે વ્યાવસાયિક કરતાં વધુ વ્યક્તિગત વિગતો સમાવે છે.
આ પણ વાંચોઃ નમકીન બિસ્કીટમાં કેમ હોય છે ઝીણાં કાણાં? 90 ટકા લોકો નથી જાણતાં તેનો જવાબ
કઈ નોકરીમાં કોની જરુર પડે છે?
નોકરીની જરૂરિયાત મુજબ રિઝ્યુમે, બાયોડેટા અને સીવીનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગની જગ્યાઓ અને સંસ્થાઓમાં ફક્ત સીવી અને રેઝ્યુમે સ્વીકારવામાં આવે છે પરંતુ કેટલીક જગ્યાએ બાયોડેટા પણ માંગવામાં આવે છે. સરકાર અને સૈન્ય જેવી જગ્યાએ બાયોડેટા માંગવામાં આવે છે. સંશોધન, શૈક્ષણિક, ખાસ કરીને શિક્ષણ વગેરે માટે સીવી આપવો જોઈએ. ઘણી વખત કંપની પોતે જ સ્પષ્ટ કરે છે કે તેને સીવી જોઈએ છે કે રેઝ્યૂમે. જો મૂંઝવણ હોય, તો તમે કંપનીને પણ પૂછી શકો છો કે તેમને શું જોઈએ છે. તમારે રેઝ્યૂમે, સીવી અને બાયોડેટા તૈયાર રાખવા જોઈએ અને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવો જોઈએ.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab