જ્યારે બરફ બનાવવાની મશીન નહતું તો ડ્રિંક્સમાં નાંખવા આઈસ ક્યૂબ ક્યાંથી લાવતા રાજા-મહારાજા?

બરફનો ઉપયોગ હજારો વર્ષોથી ખોરાકને ઠંડુ કરવા અને સાચવવા માટે કરવામાં આવે છે. પાણીને કૃત્રિમ રીતે સ્થિર કરવાની કોઈ રીત ન હોવાથી, લોકો શિયાળા દરમિયાન પર્વતો અને જળાશયોમાં કુદરતી રીતે બનેલા બરફ પર આધાર રાખતા હતા.
રાજાઓ, સમ્રાટો અને શ્રીમંત લોકો પર્વતો પરથી બરફના ટુકડા મેળવતા હતા. ભારતમાં, મુઘલ સમ્રાટ હુમાયુએ 1500માં કાશ્મીરમાંથી બરફ તોડવાનું શરૂ કર્યું અને તેની આયાત કરી. બાદમાં મુઘલ રાજાઓ ફળોના રસને બરફથી લાદેલા પહાડોની તરફ મોકલતા હતાં. ત્યાં તે રસની જમાવીને શરબત બનાવવામાં આવતો હતો. બાદમાં તેને ગરમીઓમાં પીતા હતાં.
આ પણ વાંચોઃ ઓ બાપ રે…! શુદ્ધ શાકાહારી પ્રાણી આખેઆખો સાપ ગળી ગયો, અહીં જુઓ હરણનો ચોંકાવનારો વીડિયો
કેવી રીતે સેંકડો મીલ દૂરથી મંગાવાતો બરફ?
રાજાઓ અને સમ્રાટો ઉપરાંત, મુઘલ યુગ દરમિયાન બરફને પીગળતો અટકાવવા માટે સોલ્ટપીટર (પોટેશિયમ નાઈટ્રેટ) તેના પર છાંટવામાં આવતું હતું. એ વાત સાચી છે કે કુલ્ફી ભારતમાં મુઘલ કાળ દરમિયાન બનવાની શરૂઆત થઈ હતી. અકબરના શાસનકાળ દરમિયાન હિમાલયની ખીણોમાંથી બરફ લાવવામાં આવ્યો હતો. આ માટે હાથી, ઘોડા અને સૈનિકોની મદદ લેવામાં આવી હતી. હિમાલય પર્વત આગ્રાથી લગભગ 500 માઈલ દૂર છે.
બરફને હિમાલયમાંથી લાકડાં અને શણના કપડામાં લપેટીને આગ્રા પહોંચાડવામાં આવતો હતો. દૂરી વધારે હોવાના કારણે બરફનો મોટો ટુકડો પહોંચતા-પહોંચતા નાનો થઈ જતો. આ બરફ ફક્ત ગરમીની સિઝનમાં શરબત બનાવવાના કામમાં આવતો હતો.
આ પણ વાંચોઃ આવું વિચાર્યું પણ નહીં હોય! સમોસામાં કેવી રીતે બટાકાએ લીધી એન્ટ્રી?
કેવી રીતે બરફ કરતાં હતા સ્ટોર?
મુઘલોની જેમ મહારાજા રણજીત સિંહ પણ હિમાલયમાંથી બરફ મેળવતા હતા. અંગ્રેજોને બરફ મેળવવાની આ પદ્ધતિ ખૂબ મોંઘી લાગી. તેમણે દિલ્હીમાં જ બરફ બનાવવાની વ્યવસ્થા કરી હતી. દિલ્હી ગેટથી તુર્કમાન ગેટ સુધી ખાઈ ખોદીને અને તેમાં મીઠાંવાળું પાણી ભરીને શિયાળામાં ટાટ અને ભૂસાની મદદથી બરફનો પોપડો તૈયાર કરવામાં આવ્યો હતો, જેને ઉનાળા સુધી ખાસ ખાડાઓમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.
રોમનો કુખ્યાત સમ્રાટ નીરો દૂરના પહાડોમાંથી બરફ મેળવતો હતો. તે તેમાં બ્લૂબેરી જેવા ફળો ઉમેરીને ખાતો હતો. માર્કો પોલો, તેરમી સદીમાં ચીનની પ્રસિદ્ધ યાત્રા પછી, ત્યાંથી ‘વોટર આઈસ’ માટેની રેસીપી પોતાની સાથે લાવ્યા હતા. તેમના વર્ણન પરથી એવું લાગતું કે ચીનમાં બરફ અથવા જૂની રીકે આઈસ્ક્રીમ ઘણી સદીઓથી બનતી રહી હશે.
કેવી રીતે બનાવવામાં આવી પહેલી પાણીથી બરફ જમાવવાની મશીન?
વેન પિયર્સ અને તેના સાથીઓએ 14 માર્ચ, 1950ના રોજ બરફ બનાવતું મશીન બનાવ્યું હતું. કંપનીને 1954માં પેટન્ટ આપવામાં આવી હતી. તેણે બરફ બનાવવાના કેટલાક મશીનો સ્થાપિત કર્યા, પરંતુ તેના બરફ બનાવવાના વ્યવસાયને ખૂબ આગળ લઈ શક્યો નહીં. 1956માં તેણે તેની કંપની અને સ્નોમેકિંગ મશીનના પેટન્ટ અધિકારો એમ્હાર્ટ કોર્પોરેશનને વેચી દીધા.
ત્યારબાદ, જેમ્સ હેરિસને 1851માં પ્રથમ બરફ બનાવવાનું મશીન બનાવ્યું. મશીન બનાવવા માટે તેણે ether vapor compressionનો ઉપયોગ કર્યો. 1855માં હેરિસનને ઈથર વેપર-કમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ માટે પેટન્ટ આપવામાં આવી હતી. હેરિસનનું મશીન દરરોજ 3,000 કિલોગ્રામ બરફ બનાવી શકતું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, History