જો આ રીતે સિક્કો ઉછાળતો જ સમજી લો બાજી તમે જીતી ગયાં! અહીં જાણો સરળ ટ્રિક

સામે આવી આ મોટી વાક
ધ મિરરના અહેવાલ મુજબ, ઘણીવાર એવું માનવામાં આવે છે કે સિક્કો ફેંકતી વખતે 50/50નું અંતર હોય છે. જો આપણે સરળ શબ્દોમાં સમજીએ તો સિક્કો ઉછાળતી વખતે કાંટા કે છાપા મળવાની શક્યતાઓ સમાન છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ તેમના નવા અભ્યાસ દ્વારા આ હકીકતનું ખંડન કર્યુ છે. તેમના સંશોધનથી જાણવા મળ્યું છે કે સિક્કો ફેંકતી વખતે કાંટા અથવા છાપા મળવાની સંભાવના 50/50 જેટલી હોતી નથી, તેથી સિક્કો ઉછાળતા સમયે બુદ્ધિપૂર્વક સાચો પક્ષ પસંદ કરો.
આ પણ વાંચોઃ નમકીન બિસ્કીટમાં કેમ હોય છે ઝીણાં કાણાં? 90 ટકા લોકો નથી જાણતાં તેનો જવાબ
કેવી રીતે નક્કી કરવો સાચો પક્ષ?
arXiv પર પ્રકાશિત પ્રી-પ્રિન્ટ અભ્યાસ મુજબ, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે સિક્કો ફેંકતી વખતે પ્રાકૃતિક રુપે પક્ષપાત હોય છે. એમ્સ્ટર્ડમ યુનિવર્સિટીના સંશોધકો આ પ્રશ્નના જવાબ મેળવવા માંગતા હતાં કે, ‘જો તમે કોઈ સિક્કો ઉછાળો અને તેને તમારા હાથમાં પકડો, તો તે જે બાજુએ શરૂ થયો હતો તે જ બાજુ પર ઉતરવાની સંભાવના કેટલી છે?’
નિષ્ણાતોની ટીમે 3 લાખ 50 હજાર 757 વખત સિક્કા ઉછાળ્યાં અને જાણવા મળ્યું કે જે પક્ષ મૂળ રુપે ઉપરની તરફ હતો, તે 50.8 ટકા વાર તે જ સ્થિતીમાં પાછો આવી ગયો. એવું થવાનું કારણ રિસર્ચરે કહ્યું કે, તેમનું નિષ્કર્ષ તે વાતનું જબરદસ્ત પુરાવો છે કે જો સિક્કો છાપા પર શરુ થાય તો તેની વધારે સંભાવના છે કે તે છાપા પર જ નીચે આવશે.
‘સિક્કો તે જ બાજુએ આવે છે જ્યાંથી તે શરૂ થયો હતો’
સ્ટડી અનુસાર કહેવામાં આવ્યું કે, ‘અમારો ડેટા મજબૂત પુરાવા આપે છે કે જ્યારે કેટલાક (પરંતુ બધા નહીં) લોકો સિક્કો ફેંકે છે, ત્યારે તે તે જ બાજુ પર ઉતરે છે જે રીતે તેને ઉછાળવામાં આવે છે. અમારો ડેટા આ સચોટ આગાહીને મજબૂત સમર્થન આપે છે: સિક્કા ઘણીવાર એક જ બાજુ પર ઉતરે છે.’
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Coin