આવું વિચાર્યું પણ નહીં હોય! સમોસામાં કેવી રીતે બટાકાએ લીધી એન્ટ્રી?

2000 વર્ષ પહેલાં આવ્યા હતાં સમોસા
માનવામાં આવે છે કે સમોસરા શબ્દ ફારસી ભાષાના ‘સંબોસાગ’થી બનેલો છે. વર્ષો પહેલા જ્યારે ગજનવી સામ્રાજ્યના શાહી દરબારમાં મીટ કીમા અને સુકો મેવો ભરીને એક નમકીન પેસ્ટ્રી પીરસવામાં આવતી હતી. લગભગ 2 હજાર વર્ષ પહેલા તે જ સમયે સમોસા ભારત આવ્યા હતાં. કારણકે, તે દરમિયાન આર્ય ભારત આવ્યા હતાં.
આ પણ વાંચોઃ શું પાણી પણ એક્સપાયર થઈ શકે? જાણો કેમ વૉટર બોટલ પર લખવામાં આવે છે એક્સપાયરી ડેટ
આવી રીતે સમોસામાં આવ્યા બટાકા
ભારતમાં બટાકાની ખેતી વધારે થતી હતી. માનવામાં આવે છે કે, 16મી સદીની આસપાસ જ્યારે બટાકાની ખેતી વધી તો તે દરમિયાન સમોસામાં ધીમે-ધીમે બટાકાનો ઉપયોગ થવા લાગ્યો. બાદમાં તેની સાથે જ ભારતીય લોકો તેમાં પોતાના સ્વાદ અનુસાર ધાણા, મરી, આદુ, મીઠું અને જીરાની સાથે-સાથે તમામ બીજા સ્વાદના હિસાબે નાંખવા લાગ્યા. જ્યારબાદ ઈન્ડિયન સમોસાનો આવિષ્કાર થયો.
આ પણ વાંચોઃ આ છે દુનિયાનું સૌથી અજીબો ગરીબ લાકડું, પાણીમાં નાંખતા જ થાય છે ચમત્કાર!
દરેક જગ્યાએ મળે છે અલગ-અલગ સમોસા
નોંધનીય છે કે, ભારતમાં લોકો પોત-પોતાના સ્વાદના હિસાબે સમોસામાં સામગ્રી મિક્સ બનાવી છે. તેથી, તમને ભારતના દરેક શહેરને અહીં સુધી દરેક ગામડામાં તમને સમોસામાં બદલીને અલગ-અલગ સ્વાદ મળશે. જે તે જગ્યાની ખાસિયત જણાવે છે લોકો તેને ખૂબ જ ચાવ સાથે ખાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Fast food