શું તમને પણ ચાઉમીનનું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય છે? અહીં જુઓ કેવી રીતે બને છે તમારા ફેવરિટ નૂડલ્સ

ભારતમાં ઘણી લોકલ ફેક્ટરીઓમાં નૂડલ્સ તૈયાર કરવામાં આવે છે. આ પછી તેને પેક કરીને બજારમાં વેચવામાં આવે છે. સ્મૉલ સ્કેલ ઈન્ડસ્ટ્રીમાં નૂડલ્સ બનાવવાનું ખૂબ જ નફાકારક બિઝનેસ બની ચુક્યો છે. પરંતુ, અમુક લોકો આ કમાણી માટે અન્ય લોકોની હેલ્થ સાથે ખિલવાડ કરવા લાગે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક નૂડલ્સ કંપનીનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યુ છે કે, ફેક્ટરીમાં નૂડલ્સ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?
આ પણ વાંચોઃ બાપ રે…! દમ હોય તો આ પક્ષીના પગ ગણી બતાવો, ચોંકાવનારુ છે તેની પાછળનું રહસ્ય
ગ્લવ્ઝ વિના બનાવવામાં આવે છે ચાઉમિન
સોશિયલ મીડિયા સાઇટ ઈન્સ્ટાગ્રામ પર ચાઉમીન ફેક્ટરીનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેમાં જોવા મળ્યું કે કેવી રીતે લોકો ગ્લવ્ઝ વિના ચાઉમીન તૈયાર કરે છે. સૌથી શૉકિંગ તો એ હતું કે અમુક મજૂરોએ તો કપડાં પણ નહતાં પહેર્યા. જો કપડા પહેરો તો પરસેવો તેમાં અબ્ઝૉર્બ થાય છે. પરંતુ, કપડાં વિના આ પરસેવો સીધો જ નૂડલ્સની અંદર મિક્સ થઈ જશે. નૂડલ્સને પાણીથી નીકાળીને ગ્લવ્ઝ વિના સુકાતા જોવા મળે છે. ત્યારબાદ તેમાં અમુક મહિલાઓ દ્વારા વેટવા માટે તેને પેક કરવામાં આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Fast food