web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

વંદે માતરમ પાર્કના પાર્કિંગમાં રહેલી કારમાંથી દારૃ પકડાયો

0

Updated: Oct 15th, 2023


ગાંધીનગર શહેરના સેક્ટર-૨૯ માં આવેલી

૨૪ બોટલો સહિત પોલીસે રૃા.૩.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરાઇ

ગાંધીનગર : ગુજરાતમાં દારૃબંધી છે તેમ છતાં અહીં ગેરકાયદેરીતે દારૃની
હેરાફેરી અને વેપાર થઈ રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા આવા બુટલેગરોને પકડવા માટે
સમયાંતરે દરોડા પાડવામાં આવી રહ્યા છે સેક્ટર ૨૯ની વંદે માતરમ સોસાયટીના
પાર્કિંગમાં એક બુટલેગર પોતાની કારમાંથી દારૃનો વેપલો કરતો હતો જેને પબાતમીના
આધારે પોલીસે પકડી પાડયો છે અને ૩.૧૦ લાખનો મુદ્દામાલ પ્રાપ્ત કરીને કાયદેસરની
કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતમાં દારૃબંધી હોવા છતાં અહીં પરપ્રાંતમાંથી દારૃ
ઘૂસાડવામાં આવે છે અને આંતરિક બુટલેગરો દ્વારા તેનો ગેરકાયદે વેપાર કરવામાં આવી
રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા આવા બુટલગરોને પકડવા માટે બાતમીદારોને સક્રિય
કરવામાં આવ્યા છે.સેક્ટર ૨૯ વંદે માતરમ સોસાયટીના પાકગમાં એક શખ્સ દ્વારા પોતાની
કારમાં દારૃ ભરીને વેપાર કરતો હોવાની બાતમીને પગલે સેક્ટર ૨૧ પોલીસે અહીં દરોડો
પાડયો હતો. દરોડામાં ગાડીની પાછળની સીટમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૃની ૨૪
બોટલો મળી આવી હતી. ડ્રાઇવર સીટ ઉપર બેઠેલા શખ્સને પણ પોલીસે પકડી પાડયો હતો અને
તેની પૂછપરછ કરતા તેને પોતાનું નામ કૌશિક કુમાર હીરાભાઈ ડામોર રહે.બ્લોક નંબર ૨
વંદે માતરમ પાર્ક સેક્ટર ૨૯ બતાવ્યું હતું. પોલીસે કૌશિકને પકડીને દારૃ ક્યાંથી
લાવ્યો હતો અને કોને કોને વેચ્યો હતો તેની પૂછપરછ શરૃ કરી છે તો બીજી બાજુ કાર અને
તમામ બોટલો સહિત  રૃપિયા ૩.૧૦ લાખનો
મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW