web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

નવરાત્રીની શરૂઆત સાથે જ સુરતના અંબાજી મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું

0

Updated: Oct 15th, 2023

Image Source: Twitter

– માતાજીની આરાધનામાં યંગસ્ટર્સની સંખ્યા સતત વધી રહી છે

– અનેક લોકો આજથી નવ દિવસ ઉપવાસ કરશે તો કેટલાક લોકો સોશિયલ મીડિયાનો નવ દિવસ ઉપયોગ નહિ કરી ડિજિટલ ઉપવાસ કરશે

સુરત, તા. 15 ઓક્ટોબર 2023, રવિવાર

સુરત સહિત સમગ્ર વિશ્વમાં આજથી નવરાત્રીનો દબદબાભેર પર આરંભ થયો છે. નવરાત્રીના પ્રભાતેથી જ સુરતમાં માં અંબા સહિત અનેક માતાજીના મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. માતાજીની આ મંદિરે આરાધના કરતા વડીલોની સાથે સાથે યંગસ્ટર્સની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી રહી છે. આજે નવરાત્રીના પહેલા જ દિવસે માતાજીના મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ ઊમટી પડ્યું હતું જેના કારણે દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવી પડી હતી.

સતત નવ દિવસ માતાજીની આરાધના કરવાનો તહેવાર એટલે નવરાત્રી દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેરમાં નવરાત્રીની ઉજવણી માટે સુરતીઓ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી માતાજીની આરાધના કરનારા ભક્તોની સંખ્યામાં યંગસ્ટર્સ વધુ માત્રામાં જોવા મળી રહ્યા છે. આજે નવરાત્રી ના પહેલા જ દિવસે સુરત શહેરમાં આવેલા મા અંબાના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. નવરાત્રી પહેલા જ મંદિરોને લાઇટિંગ થી શણગારી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત વહેલી સવારથી જ માતાજીના મંદિરમાં પૂજા પાઠ પણ શરૂ થઈ ગયા છે. 

શહેરના કોટ વિસ્તારમાં અંબાજી રોડ પર આવેલા 400 વર્ષ જૂનામાં અંબાના મંદિર ઉપરાંત અંબિકાની કેતન ખાતે આવેલા માતાજીના મંદિર સહિત અનેક માતાજીના મંદિરમાં આજે વહેલી સવારે જ હજારોની સંખ્યામાં ભક્તો પહોંચી ગયા હતા. આ ભક્તોમાં યંગસ્ટર્સ ની સંખ્યા વધુ જોવા મળી રહી છે. આજથી શરૂ થઈ નવરાત્રીને કારણે અનેક ભક્તો વિવિધ પ્રકારના ઉપવાસ કરશે. કેટલાક ભક્તો એક સમય ભોજન કરીને તો કેટલાક ભક્તો માત્ર ફળ કે પાણી ઉપર નવરાત્રીના ઉપવાસ કરશે. તો બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે જેઓ આ નવ દિવસ માટે સોશિયલ મીડિયાથી દૂર રહીને ડિજિટલ ઉપવાસ કરશે. માતાજીને રિઝવવા માટે ભક્તો પોતાની શક્તિ પ્રમાણે આરાધના કરી રહ્યા છે. માતાજીના મંદિરમાં ભક્તોની વધુ ભીડ હોવાથી દર્શનની સુવિધા માટે મંદિર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW