દીકારની સામે અંડરવેરમાં ફરે છે આ મોડેલ, ભણાવવા માંગે છે જીવનનો પાઠ

બૉડી પોઝિટિવિટી મોડેલમાં ઈસ્ક્રાનું નામ ખૂબ જ ઈજ્જત સાથે લેવામાં આવે છે. માતા બન્યા બાદ ઈસક્રાએ પોતાના શરીરના ફોટા લોકો સાથે શેર કરવાનું શરૂ કર્યુ. ઈસક્રાના કહેવા પ્રમાણે, માતા બન્યા પછી તેને તેના શરીરને પ્રેમ કરવામાં સમય લાગ્યો. પરંતુ હવે તે પોતાની જાતને પ્રેમ કરતા શીખી ગઈ છે. મેસાચ્યુસેટ્સના વૉરસેસ્ટરની રહેવાસી 33 વર્ષની ઈસ્ક્રાએ 2020માં પોતાના દીકરાને જન્મ આપ્યો હતો.
આ પણ વાંચોઃ આ બીચ પર જવું એટલે મોતને ભેટવું, જેની સુંદરતા ભલભલાંને ગળી ગઈ!
દીકરાને શીખવવા માંગે છે લેસન
લોકો ઈસક્રાને તેના લેટેસ્ટ શૂટ માટે ટ્રોલ કરી રહ્યા છે. તેણે હાલમાં જ તેના પુત્ર સાથે અન્ડરવેર કંપનીનું ફોટોશૂટ કરાવ્યું હતું. આ જોયા પછી ઘણા લોકોએ તેને શરમ આવવી જોઈએ તેવું પણ કહ્યુ. પરંતુ, ઈસ્ક્રાને આ બધાંથી કોઈ ફરક નથી પડતો. તેણે જણાવ્યું કે પોતાના દીકરાને તે શીખવવા માંગે છે કે સુંદરતા અસલમાં શું છે? સુંદર હોવાનો વાસ્તવિક મહત્વ શું છે અને કેવી રીતે ઈમ્પર્ફેક્શનમાં જ અસલ સુંદરતા છુપાયેલી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Modelling