દિવાળી અને નવા વર્ષના તહેવારોમાં લાંબા રૃટોની ટ્રેનો અત્યારથી જ ફૂલ

0

– ટ્રેનના એડવાન્સ બુકિંગમાં કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ

– ફરવા જવા કચ્છવાસીઓની પસંદગી મથુરા, હરિદ્વાર, વૈષ્ણોદેવી અને જમ્મુ કાશ્મીરઃ ભુજ-ગાંધીધામથી ઉપડતી ટ્રેનોમાં એડવાન્સ બુકિંગ

Updated: Oct 15th, 2023

ભુજ,શનિવાર

ગત ઓગસ્ટમાં જન્માષ્ટમી તહેવારોની પર્યટન સૃથળોના પ્રવાસ ખેડયા બાદ આગામી દિવાળીના વેકેશનની રજાઓમાં પ્રવાસ માટે લાંબારૃટની ટ્રેનોમા એડવાન્સ બુકિંગ કરાવતા ટ્રેનોમાં અત્યારાથી મોટુ વેઈટીંગ જોવા મળી રહ્યું છે. આગામી દિવાળી વેકેશનની રજાઓને ધ્યાને કચ્છવાસીઓએ આ વર્ષે  માથુરા, હરિદ્રાર,વૈષ્ણોદેવી, જમ્મુ કાશ્મીર જવા માટે ભુજ-ગાંધીધામ તેમજ અમદાવાદાથી ઉપડતી ટ્રેનોમાં એડવાન્સ બુકિંગ કરાવતા તા.૨૪મી નવેમ્બર સુાધી ટ્રેનોમાં સ્લીપર ઉપરાંત અને ૩ ટ્રીપર એ.સી.માં વેઈટીંગ જોવા મળી રહ્યું છે. 

માથુરા, હરિદ્રાર,વૈષ્ણોદેવી, જમ્મુ કાશ્મીર જવા માટે કચ્છવાસીઓએ પસંદગી ઉતારતા આ રૃટની  ટ્રેનોમાં દિવાળી તહેવારોમાં કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ છે.  ભુજ- ગાંધીધામાથી પસાર થતી સાપ્તાહિક ટ્રેનોમાં પણ  અત્યારાથી વેઈટીંગ જોવા મળી રહ્યું છે.દિવાળીના તહેવારોની રજામાં પર્યટન  સૃથળો ગોવા, મુંબઈ જતી ટ્રેનોમાં વેઈટીંગ વાધવા લાગ્યું છે. આ  વર્ષે ટ્રેનોના એડવાન્સ બુકિંગના આાધારે દિવાળી વેકેશનમાં ઉત્તર ભારત તરફ જવાનો કેઝ વાધુ હોવાનું જાણવા મળેલ છે. કચ્છમાં દેશ વિદેશના પ્રવાસીઓ આવશે ત્યારે કચ્છવાસીઓ પણ દિવાળી વેકેશનની રજા ઓમાં દેશ વિદેશોનાં પ્રવાસે જવા આૃધીરા બન્યા છે.  આવતીકાલાથી નવરાત્રી પર્વનો પ્રારંભ થશે ત્યારબાદ ૨૦ દિવસે દિવાળી અને દિવાળીના આ સપરમાં દિવસો વતનમાં આવવા માટે પણ ટ્રેનમાં અત્યારાથી જ તમામ બુકિંગ હાઉસફુલ થઈ ગયા છે અને લાંબો વેઇટિંગ લિસ્ટ છે. લોકોએ ના છૂટકે અન્ય વાહનોમાં મુસાફરી કરી અને આવવું પડશે. કચ્છ જિલ્લામાંથી લાખોની સંખ્યામાં લોકો પરિવાર સાથે મુંબઈ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં સૃથાયી થયા છે અને તેઓ દિવાળીના તહેવારના દિવસોમાં  પોતાના વતનમાં પરિવારના લોકો સાથે આવતા હોય છે. આ વર્ષે પણ દિવાળીના તહેવારોમાં મુંબઈાથી હજારોની સંખ્યામાં લોકોનો વતન ભણી ઘસારો શરૃ થશે. 

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW